HomeGujaratહળવદ: જુના ઘાટીલા,ચરાડવામાં જુગારની મહેફિલમાં પોલીસનો સપાટો 13 જુગારી ઝડપાયા

હળવદ: જુના ઘાટીલા,ચરાડવામાં જુગારની મહેફિલમાં પોલીસનો સપાટો 13 જુગારી ઝડપાયા

શ્રાવણ મહિનો નજીક આવતાની સાથે સમગ્ર મોરબી જીલ્લામાં જાણે જુગાર રમવાની પરવાનગી મળી જતી હોય તેમ ઠેર ઠેર જુગારની મહેફીલો જામવા લાગી છે ત્યારે આવી મહેફીલો પર પોલીસે પણ સપાટો બોલાવવાનું શરુ કરી દીધુ હોય તેમ એક પછી અલગ અલગ સ્થળે જુગારના હાટડા પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે બુધવારના રોજ હળવદ પોલીસે પણ અલગ અલગ બે સ્થળે દરોડા પડી 13 શખસને ઝડપી લીધા હતા.પ્રથમ બનાવમાં હળવદ તાલુકાના નવા ઘાટીલા ગામમા આવેલ પટેલ સમાજવાડી ની બાજુમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડી પોલીસે જુગાર રમતા મુસાભાઇ નુરમહમદભાઇ પારડી રહે.નવા ઘાંટીલા તા.હળવદ જી.મોરબી , વાસુદેવ મણીલાલ એરવાડીયા રહે. જુનું ટીકર તા.હળવદ જી.મોરબી બાલજીભાઇ મોહનભાઇ જગોદરા રહે. માનગઢ તા.હળવદ
જી.મોરબી, રમેશભાઇ મગનભાઇ સીંધવ રહે. જુનું ટીકર તા.હળવદજી.મોરબી, દેસરભાઇ ગાંડુભાઇ પરમાર રહે. જુનું ટીકર તા.હળવદ જી.મોરબી, શૈલેષભાઇ લાભુભાઇ આડેસરા જુનું ટીકર તા.હળવદ ને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી 12 300 રોકડ સહીતનો મુદામાલ જપ્ત કર્યો હતો તો બીજા એક દરોડો હળવદ તાલુકાના ચરાડવાથી ખરેડા જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતા ધનજીભાઇ મુળજીભાઇ સોલંકી આંબેડકરનગર ચરાડવા
તા.હળવદ જયંતીભાઇ લવજીભાઇ મકવાણા રહે. આંબેડકરનગર ચરાડવાતા.હળવદ જી.મોરબી સંજયભાઇ જગજીવનભાઇ માકસણા રહે.ચરાડવા ગામ તા.હળવદ જી.મોરબી કિશોરભાઇ કુકાભાઇ ઉઘરેજીયા,રહે. ચરાડવા, તા.હળવદ જી.મોરબી રોહીતભાઇ ગોવીંદભાઇ રાજપરીયા ચરાડવા, તા.હળવદ જી.મોરબી, રાજુભાઇ ખોડાભાઇ સોલંકી ચરાડવા તા.હળવદ જી.મોરબી આસીકભાઇ અનવરભાઇ ભટ્ટીને ઝડપી લીધા હતા અને તેની પાસેથી 13૩૩0 નો મુદામાલ જપ્ત કર્યો હતો બન્ને બનાવમાં આરોપીઓ સામે ગુન્હો નોધિ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW