દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના ક્ધવીનર અરવિંદ કેજરીવાલ ગઇકાલથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.
વેપારીઓએ સાથે સંવાદ: સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવ્યા બાદ રાજકોટમાં વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. તેઓએ જીએસટી સહિતની અનેક પ્રશ્ર્નોને લઇ વેપારીઓને નડતી સમસ્યાઓને સમજી અને સાંભળી હતી. તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાત્રી આપી હતી.

દારૂબંધી મજાક: અરવિંદ કેજરીવાલે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે ગુજરાતમાં કેમિકલયુક્ત દારૂ પીવાના કારણે 27થી વધુ લોકોના મોત નિપજ્યા છે અને ઘણા લોકો હજી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. આ વાત ખૂબ જ દુ:ખદાયક અને પીડા આપનારી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં શા માટે ખૂલ્લેઆમ દારૂ વેંચાઇ રહ્યો છે તે મોટો પ્રશ્ર્ન છે. રાજ્યમાં ચારેય બાજુ જોઇએ તેટલો દારૂ આરામથી મળી રહે છે. હજારો-કરોડો રૂપિયાનો આ વ્યવસાય છે. દારૂબંધીની કડક અમલ કરાવવામાં તંત્ર ઊંણુ ઉતર્યું છે અથવા કંઇ કરવા માંગતું નથી. જો ગુજરાતમાં આપની સરકાર આવશે તો અમે દારૂબંધીની કડક અમલવારી કરાવશું. રાજ્યમાં હાલ દારૂબંધી માત્ર કાગળ પર જ છે. બે નંબરનો દારૂનો ખૂબ જ વેંચાણ થાય છે.

