HomeGujaratવ્યારાના જજના લજાઈ ગામમાં આવેલ મકાનમાં તસ્કરોના ધામાં,ઘરના દરવાજા તોડી ચોરીનો પ્રયાસ...

વ્યારાના જજના લજાઈ ગામમાં આવેલ મકાનમાં તસ્કરોના ધામાં,ઘરના દરવાજા તોડી ચોરીનો પ્રયાસ કર્યો

ટંકારા તાલુકાના લજાઈ ગામ નજીક તાપી જીલ્લાના વ્યારાની કોર્ટમાં ફરજ બજાવતા જજના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું જેમાં શુક્રવારે મોડી રાત્રે જજના મકાનમાં તસ્કરોએ દરવાજાનો નકુચો તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી સોસાયટીના મેનેજરે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

તાપી જીલ્લાના વ્યારા ખાતેની કોર્ટમાં જજ તરીકે ફરજ બજાવતા તૃપ્તિબેન ધીરજલાલ પડિયાના ટંકારા તાલુકાના લજાઈ ગામ નજીક મધુવન ગ્રીન્સ સોસાયટીમાં બ્લોક સી 6 માં આવેલ મકાનને શુક્રવારે મોડી રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ શનિવારે સવારે સોસાયટીના મેનેજર સુંદરજીભાઈ હીરજીભાઈ અઘેરા ઘર પાસેથી નીકળ્યા હોય ત્યારે તૃપ્તિબેનના ઘરનો દરવાજો તૂટેલો જોવા મળ્યો હતો જે બાદ તેમણે તૃપ્તિબેનને આ બાબતે જાણ કરતા તૃપ્તિબેને વિડીયો કોલની મદદથી ઘરમાં કોઈ ચીજ વસ્તુ ચોરી ન થઈ હોવાનું કન્ફર્મ કર્યું હતું બાદમાં તૃપ્તિબેને ફરિયાદ કરવા જણાવતા સોસાયટીના મેનેજર સુંદરજીભાઈએ ટંકારા પોલીસ મથકમાં ચોરીના પ્રયાસ અંગે ફરિયાદ નોધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW