HomeGujaratમોરબીમાં અક્ષર ડેકોર દ્વારા દરિદ્ર નારાયણની જઠરાગ્નિ ઠારવાનો સેવાયજ્ઞ

મોરબીમાં અક્ષર ડેકોર દ્વારા દરિદ્ર નારાયણની જઠરાગ્નિ ઠારવાનો સેવાયજ્ઞ

મોરબીમાં અક્ષર ડેકોર દ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે સ્લમ વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને ભરપેટ ભોજન જમાડવાનો સેવાયજ્ઞ યોજવામાં આવ્યો હતો જેમાં મોરબીના મયુર પુલ નીચે આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તાર, અગ્નેશ્વર મહાદેવ વિસ્તાર તેમજ નવલખી ફાટક સહિતના જુદા જુદા વિસ્તારમાં જઈને વેપારી જયદીપભાઈ ડાભી તથા તેમની ટીમ દ્વારા જરૂરિયાતમંદોને કુલ 60 કિલોથી વધારે સ્વામિનારાયણની લાઈવ ખીચડી જમાડી તમામ દરિદ્ર નારાયણની જઠરાગ્નિ ઠારવાનું પુણ્ય મેળવ્યું હતું.

મોરબીમાં સતત પાંચ દિવસથી વરસી રહેલા વરસાદને પગલે ઢીંચણસમાં પાણી ભરાયા હતા જેમાં ખાસ કરીને નિંચાણવાળા સ્લમ ઝૂંપડપટ્ટીના વિસ્તારોની હાલત ખુબ જ કફોડી હતી ત્યારે આવા વિસ્તારોમાં જઈને અક્ષર ડેકોર દ્વારા જરૂરિયાતમંદો સુધી મદદ પહોંચાડવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW