મોરબી જિલ્લામાં દિન પ્રતિદિન જુગારની પ્રવૃત્તિ વધી રહી છે. પોલીસ દ્વારા ભલે જુગારધામ પર દરોડા કરી કેસ કરવામાં આવતા હોવાના દાવા કરવામાં આવે પણ જીલ્લામાં જુગારધામ પોલીસની લગામ નથી તે હકીકત છે અને પોલીસ શા માટે આ બદી કાબુમાં ન લઈ શકી તેના ઘણા કારણો છે. કેટલાક કેસમાં પોલીસ જાણે વ્હાલા દાવલાની નીતિ રાખતા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે મોરબી એલસીબી દ્વારા ટંકારાના લજાઈ ગામમાં તેમજ મોરબી ના ઇન્દિરા નગરમાં જુગારીઓ પર રેડ કરી હતી આ બન્ને રેડ એક પ્રકારની હોવા છતા અલગ એ રીતે પડી કે ઇન્દીરાનગરમાં પોલીસ આરોપીના નામ સરનામાં અને ફોટા સહિતની તમામ વિગત જાહેર કરી હતી,જયારે લજાઈ પાસે થયેલ રેડમાં એલસીબીએ ચાલાકીથી આરોપીઓ ના મોઢા પર રૂમાલ ઢ્કાવી જાહેર કર્યા હતા તો નામ અને સરનામાં અધુરી માહિતી જાહેર કરી હતી.
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલ ઇન્દિરા નગર વિસ્તારમાં આવેલ ભંગાર ડેલામાં દરોડો પડી જુગાર રમતા મનીષભાઇ ભાણજીભાઇ પટેલ ઉ.વ.૪૨ રહે. નવીપીપળી, રામજીમંદિર વાળી શેરી, અશોકભાઇ ગાંડુભાઇ પટેલ ઉ.વ. ૪૩ રહે. માનગઢ, તા. હળવદ ,રોહિતભાઇ જયંતિભાઇ પટેલ ઉ.વ. ૩૪ રહે. નવીપીપળી
પરેશભાઇ મહાદેવભાઇ પટેલ ઉ.વ. ૩૫ રહે. નવીપીપળી દિનેશભાઇ બાલજીભાઇ પટેલ ઉ.વ. ૪૨ રહે. નવીપીપળી
હરસુખભાઇ ગાંડુભાઇ પટેલ ઝડપી લીધા હતા અને તેમણે રૂ 1.11 લાખનો મુદામાલ જપ્ત કર્યા હતા આ બનાવમાં એલસીબીએ આરોપીના નામ સરનામાં અને ઉઘાડા મોઢા સાથે ફોટા જાહેર કર્યા હતા તો બીજા એક બનાવમાં ટંકારાના લજાઇમાં આવેલ ઉમીયા એસ્ટેટ નામના કોમ્પ્લેક્ષની બંધ દુકાનમાં જુગાર રમતા રમેશભાઇ તળશીભાઇ પટેલ ઉ.વ.૪૫ રહે મોરબી
જયારે બીજા જગદિશભાઇ ભગવાનજીભાઇ પટેલ નામના બે આરોપી ઝડપાયા હતા અને બન્ને પાસેથી રૂ 1.02 લાખ રોકડા પકડાયા હતા જોકે આ બનાવમાં એલસીબીએ પ્રેસનોટમાં ચાલાકી વાપરી બન્ને આરોપીના મોઢા ઢાકી દીધા હતા જયારે નામમાં અટકના બદલે માત્ર જ્ઞાતિનો ઉલ્લેખ કરી જાણે બન્ને આરોપીની ઓળખ છુપાવાનો પ્રયાસ કર્યો હોય તેમ લાગી રહ્યું છે.
મોરબી એલસીબીએ એક પ્રકારના બે ગુનામાં આ રીતે અલગ અલગ નીતિ કેમ અપનાવી તે ચોકાવનાર છે આ અંગેનો જવાબ ખુદ એલસીબી જ આપી શકે તેમ છે જિલ્લા પોલીસ વડા એલસીબી પાસેથી આ બાબતે ખુલાસો પૂછશે કે પછી તેરી મેરી ચુપ કરી મામલો રફેદફે કરી દેવાશે તે આવનાર સમયમાં ખબર પડશે

