HomeGujaratમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ કર્યું નિરિક્ષણ, અધિકારીઓને આપી આ સૂચના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ કર્યું નિરિક્ષણ, અધિકારીઓને આપી આ સૂચના

રાજ્યમાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિનું સર્જન થયું છે. છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં ભારે વરસાદ વરસતા પુર આવ્યું હતું. પુરના કારણે લોકોના ઘરો પાણીમાં તણાઈ ગયા હતાં. આ ઘટનાના પગલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પુરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું. તેમજ અધિકારીઓ સાથે બેઠક કરીને જરૂરી સુચના આપવામાં આવી હતી.

છોટાઉદેપુરમાં બોલેડી તાલુકામાં મેઘ તાંડવની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોડેલીમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. જ્યાં તેમણે અસરગ્રસ્ત પરિવારો સાથે પણ મુલાકાત કરી તેમની તકલીફો વિશે માહિતી મેળવી અને તેમના હાલચાલ પૂછી તમામ જરૂરી મદદ પહોંચાડવા આશ્વાસન આપ્યું હતું. મુખ્યમંત્રીએ હવાઈ નિરિક્ષણ કરીને પૂરગ્રસ્ત સ્થિતિનો તાગ મેળવ્યો હતો. સીએમે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી. સીએમ સાથે વિપક્ષના નેતા સુખરામ રાઠવા પણ હાજર રહ્યા હતા.

બોડેલીમાં પૂર અસરગ્રસ્તોની મુલાકાતે મુખ્યમંત્રી આવે તે પહેલા જ વિપક્ષના નેતા સુખરામ રાઠવા આવી પહોંચ્યા હતા. સીએમ આવે તે પહેલા તેમણે બોડેલીના દિવાન ફળિયા, રજાનગર અને વર્ધમાન સોસાયટીના રહીશોની મુલાકાત લીધી હતી. પૂર અસરગ્રસ્તોને સરકાર તરફથી કોઈ મદદ ન મળતા તાત્કાલિક સરકાર મદદરૂપ થાય તેવી માંગ કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW