અમરનાથ યાત્રા 2022, જે શુક્રવારે અમરનાથ ગુફા પાસે અચાનક પૂરના કારણે અસ્થાયી રૂપે અટકાવવામાં આવી હતી, તે સોમવારે ફરી શરૂ થઇ છે. સપ્તાહના અંતમાં જમ્મુ બેઝ કેમ્પથી યાત્રાળુઓનું નવું ગ્રુપ દર્શન હેતુ જવાનું શરૂ થયું અને શ્રદ્ધાળુઓ આફત પછી યાત્રા દરમિયાન દર્શનની આશા રાખે છે.
ભાવિકોએ કહ્યું: તીર્થયાત્રીઓએ ટાંક્યું કે અમે ઉત્સાહથી ભરેલા છીએ અને બાબાના ‘દર્શન’ વિના પાછા ફરીશું નહીં. અમને ભોલે બાબામાં પૂરી શ્રદ્ધા છે અને બાબાના દર્શનની રાહ જોઈ રહ્યા છીએ. અમે ખુશ છીએ કે યાત્રા ફરી શરૂ થઈ છે. CRPF અને અન્ય જવાનોએ અમને સુરક્ષિત રીતે આગળ વધવા માટે માર્ગદર્શન આપ્યું છે.

સૈન્યની નજર રહશે: નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ના જવાનો સાથેની સર્ચ ટીમોએ બચાવ કૂતરા સાથે આ વિસ્તારની શોધ ચાલુ રાખી હોવા છતાં ભારતીય વાયુસેના (IAF) એ આ વિસ્તારમાંથી લગભગ 34 ઘાયલ યાત્રાળુઓને બહાર કાઢ્યા હતા. ભારતીય સેનાએ કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધવા માટે રડાર તૈનાત કર્યા છે

