કેન્દ્રીય શાસિત પ્રદેશ જ્મ્મુ અને કશ્મીરમાં હાલ પવિત્ર અમરનાથયાત્રા ચાલી રહી છે દેશ દુનિયામાંથી અહી ભક્તો દર્શન માટે જઈ રહ્યા છે આ વર્ષે પણ ગુજરાતભરમાંથી પ્રવાસી અમરનાથ પહોચ્યા હતા.પરંતુ છેલ્લા 48 કલાકથી અહી વાતાવરણ અચાનક બગડ્યું હતું અને વાદળફાટવાની તેમજ જમીન ધસી પડવાની ઘટના બની હતી આ ઘટનામાં મોટી સંખ્યામાં લોકો એ જીવ ગુમાવ્યા છે તો અનેક લોકો હજુ લાપતા છે ત્યારે મોરબી જિલ્લામાંથી પણ ઘણા લોકો અમરનાથ યાત્રા માટે રવાના થયા હતા જેમાંથી હળવદ પંથકના નયનભાઈ ગટોરભાઈ બાબરીયા,પ્રવીણભાઈ રમેશભાઈ કુરીયા,પ્રવીણભાઈ સિધાભાઈ કુરીયા,સામજી વશરામભાઈ ભરવાડ સહિતના મિત્રો પણ અમરનાથ યાત્રા માટે ગયા હોવાનું અને ફસાયા હોવાના અને સંપર્ક વિહોણા થયા હોવાના સમાચાર ફરતા થયા હતા જોકે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમાંમ મિત્રો સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું તો કલાકો બાદ ખુદ આ બાળકોએ જ પરિવાર સાથે સંપર્ક કરી પોતે સુરક્ષિત હોવાનું અને આર્મી બેઝ કેમ્પમાં જવા રવાના થયા હોવાનું અને પરિવાર જનોને ચિંતા ન કરવા જણાવ્યું હતું

