HomeGujaratપેટ્રોલ પંપ પાસે બાઇકમાં આગ લાગતાં દોડધામ,

પેટ્રોલ પંપ પાસે બાઇકમાં આગ લાગતાં દોડધામ,

ભાવનગર શહેરની જિલ્લા પંચાયત ઓફિસ સામે આવેલા પેટ્રોલ પંપ પર એક બાઈકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈ અફરાતફરી મચી હતી. જોકે, પેટ્રોલ પંપના સ્ટાફે સમય સુચકતા વાપરતા મોટી જાનહાનિ ટળી હતી.

રોડ પર મૂકી દીધું: કર્મચારીએ તાત્કાલિક બાઈકને ખસેડી રોડ પર મૂકી દીધી હતી. પાણીનો મારો ચલાવી અને ફાયરના સાધનો વડે તાત્કાલીક આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે.

આવું થયું: જિલ્લા પંચાયત પાસે આવેલા સત્યનારાયણ પેટ્રોલ પંપ પર ગાડીમાં પેટ્રોલ ભરતી વખતે અચાનક આગ ભભૂકી ઉઠી હતી.
પેટ્રોલ પંપના કર્મચારીએ ગાડીને તાત્કાલિક પેટ્રોલ પંપ પરથી દૂર ખસેડી હતી. કર્મચારીઓએ ડર વગર બાઈક પર પાણીનો છટકાવ તેમજ ફાયરના સાધનોનો ઉપયોગ કરી આગને કાબૂમાં લીધી હતી. આગ લાગવાથી રોડ પર લોકોના ટોળા ઉમટ્યા હતા. કર્મચારીઓની સમયસૂચકતાને પગલે પેટ્રોલ પંપ પર મોટી દુર્ઘટના બની ન હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,380SubscribersSubscribe

TRENDING NOW