જામનગર ખંભાળિયા હાઈ-વે પર મોટી ખાવડી વિસ્તારમાં આવેલા રિલાયન્સ કંપનીના મોલમાં કામ કરતા 6 શખસોએ મોલમાંથી માલ સામાનની હેરાફેરી કરી 63,11,375ની રકમ ચાઉં કરી જતા 6 શખસો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમગ્ર મામલે મેઘપર પોલીસ તપાસ ચલાવે છે. રિલાયન્સ મોલ સાથે થયેલી આટલી મોટી છેતરપિંડીના પગલે પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં અને આ મામલે ફરિયાદ નોંધી તપાસ કરી છે
ખાવડી પાસે આવેલા રિલાયન્સ કંપનીના મોલમાં નોકરી કરતા 6 શખસો લલિત નવારામ ભારતી, શિવ પૂજન રામકિશોર તિવારી, માંગીલાલ નવારામ ભારતી, ચેનારામ મારવાડી, જયપાલસિંહ ચુડાસમા, અને સચિનસિંહ શૈલેન્દ્રસિંહ કે જે તમામ 6 શખસોએ મસમોટું કૌભાંડ આચર્યું હતું અને ખાનગી કંપનીના મોલમાંથી અમેરિકન શક્કરિયા તથા અન્ય જુદી જુદી વસ્તુઓ વગેરે મોલમાંથી ખરીદી કર્યા પછી તે માલ સામાન વેચાણના બહાને સ્ટોરમાંથી બહાર જાય તેના કરતા ઓછો માલ જે તે સ્થળે પહોંચાડી બાકીનો માલ ફરીથી પોતાની પેઢી મારફતે કંપનીને બીજી વખત બિલ બનાવી કંપનીને સપ્લાય કરી ધાબડી દેતા હતા.

