ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં આ વર્ષે ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ ચૂંટણીમાં લડી લેવાના મૂડમાં છે. દરેક પાર્ટીઓ ચૂંટણીને લઈને પોતાની રણનીતિ બનાવી રહી છે. કોંગ્રેસ છેલ્લા 27 જેટલા વર્ષથી ગુજરાતની સત્તાથી દૂર છે અને પાર્ટી આ વર્ષે ચૂંટણીમાં જીત મેળવશે તેવી આશા કરી રહી છે.

મોટી વાત: રઘુ શર્માએ કહ્યું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કોઈ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરશે નહીં. એટલે કે કોંગ્રેસે કેપ્ટન વગર મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. રઘુ શર્માએ કહ્યુ કે અમે ચૂંટણી બાદ મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરીશું.
2017ની ચૂંટણી: ગુજરાતમાં 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કર્યુ હતું. કોંગ્રેસે 77 સીટો કબજે કરી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટી માંડમાંડ 99 સીટો પર પહોંચી શકી હતી. 2017માં યોજાયેલી ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનને કારણે ઉભી થયેલી સ્થિતિનો ફાયદો સીધો કોંગ્રેસને મળ્યો હતો.

