HomeNationalબે બાળકોના મોતથી ટુટી ગયો હતો પરંતુ…, ભાષણ આપતા CMએકનાથ શિંદે થયા...

બે બાળકોના મોતથી ટુટી ગયો હતો પરંતુ…, ભાષણ આપતા CMએકનાથ શિંદે થયા ભાવુક

એકનાથ શિંદેએ સોમવારે વિશ્વાસ મત જીત્યા બાદ મુખ્યમંત્રીના પદે મહારાષ્ટ્ર વિધાનસભામાં પોતાનું પહેલું ભાષણ આપતા ભાવુક થઈ ગયાં હતાં. શિંદેએ શિવસેનાની સાથે વિદ્રોહ બાદ પોતાના પરિવાર ઉપર જોખમની વાત કરતા પોતાના બંને બાળકોનો ઉલ્લેખ કર્યો હતો કે જેમના અવસાન થઈ ચુક્યાં છે. જ્યારે ઠાણેમાં શિવસેના પાર્ષદના રૂપમાં કામ કરી રહ્યો હતો. ત્યારે મેં પોતાના બંને બાળકોને ગુમાવી દીધા હતાં અને વિચાર્યું કે હવે બધુ પૂર્ણ થઈ ગયું છે. હું ટુટી ગયો હતો. પરંતુ આનંદ દિધેએ મને રાજનીતિમાં સક્રીય રહેવા માટે મનાવ્યો હતો.

મુખ્યમંત્રીએ આગળ જણાવ્યું કે, તેમણે મારા પરિવાર ઉપર હુમલો કર્યો, મારા પિતા જીવીત છે, મારી માંની મૃત્યુ થયું છે. હું મારા માતા-પિતાને વધારે સમય નથી આપી શકતો. જ્યારે હું આવું છું ત્યારે તે નિંદર કરતા હોય છે અને જ્યારે હું સુઈ જાવ છું ત્યારે તે કામ ઉપર ચાલ્યા ગયા હોય છે. હું મારા પુત્ર શ્રીકાંતને વધારે સમય આપી નથી શક્યો. મારા બંને બાળકોના મૃત્યુ થઈ ચુક્યાં છે. તે સમયે આનંદ દિધેએ મને સાંત્વના પાઠવી હતી. હું વિચારતો હતો જીવવા માટે શું છે ? હું મારા પરિવાર સાથે રહીશ.

વિશ્વાસ મત જીત્યા બાદ વિધાનસભામાં પોતાના પહેલા ભાષણમાં સીએમ એકનાથ શિંદેએ કહ્યું હતું કે, મારી સાથે શું-શું થયું છે. તે તમામ લોકો જાણે છે. વિધાનસભાના એક દિવસ પહેલા બાલાસાહેબ અને આનંદ દિધેની તે વાત યાદ આવી ગઈ કે જો આદર્શોને જીવંત રાખવો છે તો દ્રોહી બનો. મેં લોકોને ફોન લગાવ્યો અને લોકો સાથે આવ્યાં અને હું નિકળી ગયો. મારા લોકો મારી સાથે આવવા લાગ્યાં. પૂછ્યુ ક્યાં જવું છે ત્યારે મેં કહ્યું કે ખબર નહીં. જ્યારે પુછ્યું કે ક્યારે આવીશું ત્યારે મેં કહ્યું કે ખબર નહીં. જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ મારો મારા લોકો ઉપર ભરોસો વધતો ગયો. એક જ દિસમાં આ નથી થયું. મારા તમામ 40 લોકો મારી સાથે રહ્યાં ત્યારે જઈને સરાકર અસ્તિત્વમાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW