મિસ ઈન્ડિયા 2022ની ગ્રાન્ડ ફિનાલે તારીખ 3જી જુલાઈના રોજ મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાઇ હતી. જેમાં સિની શેટ્ટીને મિસ ઈન્ડિયાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.
મૂળ કર્ણાટક: મૂળ કર્ણાટકની સિની શેટ્ટીને મિસ ઈન્ડિયા 2022ની વિજેતા જાહેર કરવામાં આવી છે. જ્યારે રાજસ્થાનની રૂબલ શેખાવતને મિસ ઈન્ડિયા 2022 માં ફર્સ્ટ રનર અપ જાહેર કરાઈ છે. જ્યારે ઉત્તર પ્રદેશની શિનાતા ચૌહાણ સેકન્ડ રનર અપ જાહેર કરાઈ છે.
કઠિન સ્પર્ધા: દર વખતની જેમ આ વખતે પણ મિસ ઇન્ડિયા સ્પર્ધા ખાસ રહી. આ વખતે આ સ્પર્ધામાં 31 પરીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. વિવિધ રાજ્યોમાંથી વિજેતા મોડેલોએ રેમ્પ વોક કર્યું હતું.

રિયાની ચર્ચા: આ સમગ્ર સ્પર્ધામાં ઝારખંડની રિયા તિર્કી સહિત કેટલીક મોડલ્સના નામની ખૂબ ચર્ચા થઈ હતી. પરંતુ અંતે સિની શેટ્ટીએ મિસ ઈન્ડિયા 2022નો તાજ પોતાના નામે કર્યો. મલાઈકા ગોલ્ડન કલરના ડીપ નેક ટ્રાન્સ પેરેન્ટ ગાઉનમાં અદભૂત લાગી રહી હતી. તે જ સમયે અભિનેત્રી નેહા ધૂપિયા પણ સિલ્વર કલરના ગાઉનમાં જોવા મળી હતી. બ્લેક એન્ડ વ્હાઇટ કલરના વેલ બોટમ સ્ટાઇલના આઉટફિટમાં કૃતિ સેનનનો લુક પણ એકદમ એલિગન્ટ લાગતી હતી.

