HomeNationalમહારાષ્ટ્રના નવા સીએમ શિંદે, ફડણવીસ નાયબ મુખ્યમંત્રી

મહારાષ્ટ્રના નવા સીએમ શિંદે, ફડણવીસ નાયબ મુખ્યમંત્રી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદનો શપથ ગ્રહણ સમારોહ થઈ ગયો છે અને શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદની શપથ લઈ લીધી છે. તેમની સાથે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ નાયબ મુખ્યમંત્રીના પદ માટે શપથ લીધા હતા.

આવી વાત હતી: પહેલા એવું કહેવાયું હતું કે, દેવેન્દ્ર ફડણવીસ આ સરકારમાં અંદર રહેશે નહીં, પરંતુ પછી અચાનક ભાજપના પ્રમુખ જેપી નડ્ડાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બનીને સરકારની અંદર રહેશે.

ચાણક્ય: શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી અને તેમણે શપથ પણ ળઈ લીધા છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકારને ઉથલાવવો જે ખેલ થયો તેમાં મુખ્ય ભેજું ભાજપ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો ફડણવીસ વિશે તમને જણાવીશું. દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના ચાણક્ય તરીકે ઓળખવામાં આવે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW