HomeGujaratCentral Gujaratખારીકટ કેનાલનો નિવેડો, કોર્પોરેશને ભર્યું આવું મોટું પગલું

ખારીકટ કેનાલનો નિવેડો, કોર્પોરેશને ભર્યું આવું મોટું પગલું

અમદાવાદમાં નરોડા સ્મશાનગૃહથી વિંઝોલ વહેળા સુધીની ખારીકટ કેનાલનું 1200 કરોડના ખર્ચે નવીનીકરણ કરવા મ્યુનિ.તંત્ર તરફથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.12760 મીટર લાંબી કેનાલનો વિકાસ કરી 12.7 કીલોમીટરનો પાકો રોડ સેન્ટ્રલ વર્જ,સ્ટ્રીટ લાઈટની સુવિધા સાથેનો પાકો રોડ બનાવાશે.પ્રોજેકટ માટે 600કરોડ રાજય સરકાર,600 કરોડ કોર્પોરેશન ખર્ચ કરાશે. 455 કરોડ જેટલી રકમ વિશ્વબેન્કની લોનમાંથી ખર્ચ કરાશે.પાંચ અલગ અલગ કોન્ટ્રાકટરો પાસે પાંચ અલગ અલગ પેકેજમાં કામગીરી કરાવાશે.

ટેન્ડર જાહેર: રાષ્ટ્રીય સ્તરે કોર્પોરેશને ટેન્ડર બહાર પાડ્યું છે.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે મ્યુનિ.ના અત્યાર સુધીના ઈતિહાસમાં આ સૌથી મોટી રકમનું ટેન્ડર હોવાનું કહ્યુ છે.પાણી સમિતિના ચેરમેન જતીન પટેલના કહેવા પ્રમાણે, 30 જુલાઈના રોજ બીડ ખોલશે. 15ઓગસ્ટ સુધીમાં ખારીકટ કેનાલના નવીનીકરણ માટે ખાતમૂહુર્ત કરવાની ગણતરી છે.

આ છે ઉપયોગ: ખારીકટ કેનલનો ઉપયોગ ખરીફ અને રવિપાક માટે થાય છે. કેનાલનો વિકાસ કરી પ્રિકાસ્ટ બોકસ કેનાલ અને આર.સી.સી.સ્ટ્રોમ વોટર બોકસ તેમજ ડ્રેનેજના પાણીના નિકાલ માટે પાઈપ લાઈન નાંખવા તેમજ ટ્રાન્સપોટેશનની સુવિધા વધારવા કેનાલ ઉપર રોડ અને સ્ટ્રીટ લાઈટ નાંખવાનું આયોજન કરવામાં આવશે.અંડર ગ્રાઉન્ડ સ્ટ્રોમ વોટર લાઈનની તેમજ ડ્રેનેજ લાઈનની કનેકટિવીટી કરી શકાય એમ છે.

આ મોટો ફાયદો: કેનાલ નરોડા,નોબલનગર, ઓઢવ, નિકોલ, ક્રીશ્નાનગર,ઠકકરબાપા નગર, વિરાટનગર, અર્બુદાનગર,ઈન્દ્રપુરી જેવા વોર્ડમાંથી પસાર થાય છે.આ વોર્ડમાં કેનાલની આસપાસની સોસાયટીઓ નીચાણમાં હોવાથી હયાત ડ્રેનેજ લાઈનના લેવલની સાપેક્ષમાં જોડાણ કરી શકાતુ નથી.જેથી ડ્રેનેજ ઓવરફલોની સમસ્યા વધુ રહે છે.જેનો મહદઅંશે નિકાલ કરી શકાશે.ઉપરાંત રોડ નેટવર્ક ઉભુ થવાથી કેનાલની બંને બાજુની ટ્રાન્સપોર્ટ કનેકટિવીટી વધશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW