મોરબી શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સારી હોવાનો મોરબીવાસીઓને અહેસાસ કરાવવા મોરબી જિલ્લા પોલીસ ખાસ કરીને મોરબી સીટી એ ડીવીઝન બી ડીવીઝન તાલુકા પોલીસ સહિતની ટીમ સક્રિય બની છે અને સતત ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકિગ,શાળા કોલેજ તેમજ બગીચાઓની આસપાસ પોલીસે બંદોબસ્ત વધારી દીધો છે અને આવારા તત્વોને પાઠ ભણાવવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના જુના બસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં અભદ્ર વર્તન કરતા ભરત શામજી રાઠોડ મૂળ દ્વારકા વાળાને ઝડપી લીધો હતો તો બી ડીવીઝન પોલીસે પણ વિસીપ્રા વિસ્તારમાં રહેતા ગૌતમ કાન્તિલાલ સોલંકીને એમ પી શેઠ ગર્લ્સ હાઇસ્કુલ પાસેથી અભદ્ર વર્તન કરતા ઝડપી લીધો હતો બન્ને આરોપીઓ વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી આગામી સમયમાં આવા તત્વોને કડક પાઠ ભણાવશે તેવો કડક સંદેશ આપ્યો હતો.

