HomeGujaratઅકસ્માતમાં ઈજાગ્રસ્ત દર્દીને 108ની ટીમે સારવાર આપી, પર્સમાંથી મળેલ રૂપિયા 50 હજાર...

અકસ્માતમાં ઈજાગ્રસ્ત દર્દીને 108ની ટીમે સારવાર આપી, પર્સમાંથી મળેલ રૂપિયા 50 હજાર પરત કરી પ્રમાણિકતા દાખવી

મોરબી- માળીયા હાઇવે પર આવેલ અશ્વમેઘ હોટેલ પાસે બપોરના સમયે લાભભાઈ શંકરભાઈ દાદર નામના વ્યક્તિ વાંકાનેરમાં આવેલ એમની વાડીએ થી કામ પતાવી ઘરે પરત ફરતાં હતા તે દરમિયાન કોઈ અજાણ્યું વાહન તેમના બાઈક સાથે અથડાયું હતું. બનાવમાં લાભભાઈને ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં 108 ની મહેન્દ્રનગર લોકેશનની ટીમના પાઇલટ હનીફભાઈ દલવાણી અને ઇએમટી દીપિકાબેન પરમાર ઘટના સ્થળે દોડી ગયા હતા.અને દર્દીને સારવાર આપી હતી આ દરમિયાન લાભભાઈના પર્સમાંથી રૂ.50,000ની રોકડ મળી હતી જે રકમ ઈજાગ્રસ્તના પરિવારને પરત કરી 108ની ટીમે પોતાની ફરજ સાથે સાથે પ્રમાણિકતા દાખવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW