મહારાષ્ટ્રમાં કદાવર નેતા એકનાથ શિંદેએ બળવો પોકારતા મહારાષ્ટ્રના રાજકારણમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે. શિવસેનાના આ બળવાખોર ધારાસભ્ય પોતાના સમર્થક વિધાયકોને લઈને હવે ગુજરાતના સુરતથી અસમના ગુવાહાટી પહોંચી ગયા છે. બળવાખોર ધારાસભ્યોનું નેતૃત્વ કરી રહેલા એકનાથ શિંદેએ કહ્યું કે તેઓ શિવસેના છોડવાના નથી. બીજીબાજુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે કેબિનેટ બેઠક બોલાવી છે.
આવું કરી શકે: એકનાથ શિંદે બુધવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને એક પત્ર ફેક્સ કરી શકે છે. આ પત્રથી તેઓ લગભગ 40 વિધાયકોનું મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારને સમર્થન ન હોવાનો દાવો રજૂ કરી શકે છે. આ પત્રના આધારે રાજ્યપાલ પછી ફ્લોર ટેસ્ટનો નિર્ણય લેશે. આ નિર્ણય લેવાય તો ઉદ્ધવ સરકારે બહુમત સાબિત કરવાનો વારો આવી શકે છે. જોકે આમ પણ શિવસેના સંકટમાં હોય એવું લાગી રહ્યું છે.
Our MLAs are with us, with Congress… It's Shiv Sena's matter, they can settle themselves, their leader Uddhav Thackeray is handling the mater: Maharashtra Congress leader Nana Patole on brewing political crisis in the state pic.twitter.com/cSiumD8RMe
— ANI (@ANI) June 21, 2022
કોણ ગયું મળવા: અસમના ધારાસભ્ય હિમંત બિસ્વા સરમા ગુવાહાટી પહોંચેલા શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને મળવા ગયા હોવાના પણ વાવડ છે. ગુવાહાટીમાંથી એકનાથે કહ્યું કે અહીં 40 વિધાયકો છે અને અમે બધા બાળાસાહેબ ઠાકરેના હિન્દુત્વ અને તેમની ભૂમિકાને આગળ લઈ જવા માંગીએ છીએ. મારે તેના પર કોઈ ટીકા ટીપ્પણી કરવી નથી.

