હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં ટ્રીંબલ ટ્રેલ રોપવે અધવચ્ચે અટકાઇ ગયો છે. જેથી હવામાં કેબલ કાર ફંસાઇ ગઇ છે આ લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતુ, 3 કલાકની મહેનત બાદ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ટેકનિકલ ખામીના કારણે આ અકસ્માત થયો હતો.
Himachal Pradesh | 6-7 tourists stranded in Parwanoo Timber Trail (cable-car) due to some technical problem. Another cable car trolly deployed to rescue them. The technical team of the Timber Trail operator deployed & police team monitoring the situation: SP, Solan District
— ANI (@ANI) June 20, 2022
વીડિયો પોસ્ટ કરેલો: કેબલ કારની અંદર ફસાયેલા લોકોના વીડિયો પણ સામે આવ્યો હતો. વીડિયો દ્વારા લોકો તેને બચાવવા માટે અપીલ કરી રહ્યા છે, એક વ્યક્તિએ જણાવ્યું કે તે દોઢ કલાકથી ટ્રોલીની અંદર ફસાયેલો છે અને કોઈ મદદ મળી નથી.
પોલીસ નિવેદન: સોલન જિલ્લા પોલીસ વડાના જણાવ્યા અનુસાર- મુસાફરોને બચાવવા માટે કેબલ પર ટ્રોલી લગાવવામાં આવી હતી. બચાવ સાધનોની મદદથી મુસાફરોને કૌશલ્યા નદીની ખીણમાં નીચે ઉતારવામાં આવી રહ્યા છે. ટિમ્બર ટ્રેઇલ ઓપરેટરની ટેકનિકલ ટીમ તૈનાત છે અને પોલીસ ટીમ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. SDM ધનબીર ઠાકુરે જણાવ્યું કે NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

