હળવદ તાલુકાના જુના ઈશનપુર ગામની શેરીમાં રમણીક કેશાભાઇ વરાણીયા નામનો શખ્સ ગાળો બોલતા હોવાથી આ વિસ્તારમાં રહેતા જીગ્નાબેને ગાળો બોલવાની ના પાડવા છતા ગાળો બોલતા હોય જેથી તેને સમજાવતા આરોપી કેશાભાઇ ઉશ્કેરાઇ ગયા હતા અને જીજ્ઞાબેનના દિયર રાયધનભાઇ લવજીભાઇ વરાણીયાના ડાબા હાથમાં ધારીયાનો ઉંધો ઘા મારી ફેક્ચર જેવી ઇજા કરી આરોપી જયંતિભાઇ કેશાભાઇ વરાણીયા તથા દિપકભાઇ કેશાભાઇ વરાણીયા નાઓ હાથમાં ધોકા લઇ આવી આરોપી જયંતિભાઇએ ફરિયાદીના મોટાભાઈ પરબતભાઇને ધોકા વડે કાંડાના ભાગે મુંઢ ઇજા કરી અને ) કનુબેન કેશાભાઇ વરાણીયા નાજીગ્નાબેનને પકડી રાખી ધોકા વડે મૂંઢ ઇજા પહોચાડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

