હળવદ તાલુકાના ટીકર ગામ નજીક બ્રાહ્મણી નદીમાં વન વિભાગના પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદે રેતીની ચોરી થતી હોવાની બાતમી આધારે આરએફઓ કે.એન કરમટા અને તેની ટીમે દરોડો પાડ્યો હતો અને ગેરકાયદે રેતી ચોરી કરતા લોડર ચાલક નવા ઘાટીલા ગામના જતીન ધીરજલાલ કૈલા અને મિયાણી ગામના રવિભાઈ રઘુભાઈ મકવાણાને ઝડપી લીધા હતા. અને રૂ.3 લાખની કિંમતનો લોડર અને રૂ 5 લાખનો ટ્રક જપ્ત કર્યો હતો બનાવ અંગે આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી હતી.

