HomeGujaratઅનોખી પદયાત્રા: 4000 kmનો પ્રવાસ કરીને આ યુવાન ગુજરાત આવ્યો, જાણો શું...

અનોખી પદયાત્રા: 4000 kmનો પ્રવાસ કરીને આ યુવાન ગુજરાત આવ્યો, જાણો શું છે એનું અભિયાન

ડિસેમ્બરમાં ત્રિવેન્દ્રમથી પદયાત્રા શરૃ કરનાર કિરણ વર્મા 4 હજારથી વધુ કિ.મની પદયાત્રા કરીને હાલ ગુજરાતના પ્રવાસે છે.અમદાવાદ બાદ સુરેન્દ્ર નગર અને રાજકોટ થઈને હાલ આ યુવાન દિવ સુધી પહોંચ્યો છે.

અનોખી પદયાત્રા: દુનિયામાં 14મી જુનનો દિવસ વર્લ્ડ બ્લડ ડોનર ડે તરીકે ઉજવવામા આવે છે ત્યારે આ દિવસની ઉજવણીને ખરા અર્થમાં હાલ સાર્થક કરી રહ્યો છે કે દિલ્હીનો યુવાન કિરણ વર્મા કે જે છેલ્લા છ મહિનાથી રક્તદાન જાગૃતિ માટે ભારતની પદયાત્રા કરી રહ્યો છે.કિરણ વર્માએ ગત 21 ડિસેમ્બરે દક્ષિણ ભારતના ત્રિવેન્દ્રમથી પદાયાત્રા શરૃ કરી હતી. છેલ્લા 150 દિવસમાં છ રાજ્યોમાં પગપાળા પ્રવાસ કર્યો છે.થોડા દિવસ પહેલા કિરણ વર્મા અમદાવાદમાં પહોંચ્યો હતો અને ત્યારબાદ વિરમગામ થઈને સુરેન્દ્ર નગર અને ત્યાંથી રાજકોટ થઈને ભાવનગર પહોંચ્યો છે.

જન જાગૃતિ યાત્રા: આ પદયાત્રા દરમિયાન ૩૮થી વધુ બ્લડ ડોનેશન કેમ્પ કર્યા છે અને જેમા ૭૫૦૦થી વધુ લોકોએ બ્લડ ડોન કર્યુ છે. કિરણ વર્મા કહે છે કે કોરોના દરમિયાન દેશમાં લોહીની ખૂબ જ અછત ઉભી થઈ હતી અને લોકોમાં હજુ પણ જોઈએ તેટલી રક્તદાન માટે જાગૃતિ નથી.કોરોનામાં ઉભી થયેલી કપરી આરોગ્ય સ્થિતિ બાદ મેં રક્તદાન જાગૃતિ ફેલાવવાનો નિશ્ચર્ય કર્યો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW