HomeGujaratમોદીના કાર્યક્રમમાં 250 બસ દોડાવવામાં આવી,150ના રૂટ રદ્દ

મોદીના કાર્યક્રમમાં 250 બસ દોડાવવામાં આવી,150ના રૂટ રદ્દ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવસારી ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં લોકોને લાવવા અને લઇ જવા સમગ્ર રાજ્યમાંથી 250 બસો દોડાવવામાં આવનાર છે. તેમાં નગરના ડેપોમાંથી 31 બસોને નવસારી ખાતે મોકલી આપી છે. આથી 150 રૂટ કેન્સલ કરવાથી ડેઇલી અપડાઉન કરતા કર્મચારીઓ સહિતના મુસાફરોને હાલાકી પડવાની શક્યતા છે.

અપ ડાઉન કરતા પ્રવાસી હેરાન: ગાંધીનગર ડેપોની 31 બસોને મોકલી આપવામાં આવી છે. આથી ડેપોના 150 રૂટો કેન્સલ કરવામાં આવ્યા છે. જેને પરિણામે નોકરીયાત, વેપારીઓ, વિદ્યાર્થીઓ સહિતને હાલાકી પડવાની શક્યતા રહેલી છે. જોકે હાલમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઇ ગઇ હોવાથી બસ નહી મળવાથી મુસાફરોને ખાનગી વાહનમાં જવાની ફરજ પડશે

અધિકારીની વાત: ડેપોની 100 બસોમાંથી 31 બસો મોકલી આપવાથી બાકી રહેલી 69 બસોની મદદથી પોઇન્ટ તેમજ રેગ્યુલર રૂટની ઉપર બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ડેપો મેનેજરના કિર્તન પટેલના જણાવ્યા મુજબ ગ્રામ્ય વિસ્તારની ઓછા પેન્સજરવાળા 150 રૂટો કેન્સલ કરવામાં આવ્યા છે. ઉપરાંત મુસાફરોને ધ્યાનમાં રાખીને જે વિસ્તારના મુસાફરો વધુ હશે ત્યાં વધારાની ટ્રીપોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.તેમ એક યાદીમાં જણાવાયુ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW