મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ લુક્સ ફર્નીચર પાસે બુધવારે મોડી રાત્રે બે જૂથ વચ્ચે મશ્કરી કરવા મુદે બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી જે બાદ વિવાદ વધુ વધતા બે જૂથ એકબીજા સામે છરી,પાઈપ ધોકા સહિતના હથીયાર વડે એક બીજા પર તૂટી પડ્યા હતા અને જીવલેણ હુમલા કરી દેતા બન્ને પક્ષમાં મહિલા સહીત 4 લોકોને ઈજા પહોચતા મોરબી સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે એ ડીવીઝન પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોધી હતી અને આઈપીસીકલમ 307,323,324 504 506 114 તેમજ જીપીએ 135 અંતર્ગત 6 શખ્સ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી
પોલીસ મથકમાં મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં રહેતા રફીક નુરમામદભાઇ જામે નોધાવેલ ફરિયાદ મુજબ ની આરોપી નેકમામદ સલેમાનભાઇ ભટી મસ્તી (મશ્કરી) કરતો હોય જે રફીકભાઈને સારૂ નહી લાગતા મસ્તી કરવાની ના પાડી હતી નેકમામદે ઉશ્કેરાઇ જઇ અન્ય બે આરોપી ઓ સાજીદ શબીરભાઇ જેડા,જાવેદે અને ફિરોજ નેક મામદે સાથે મળી રફીકને ડાબાસાથળના ભાગે લોખંડનો પાઇપ મારી તેમજ આરોપીનં એ માથામા ધારીયુ તેમજ તલવાર એ આડેધડ લોખંડના પાઇપ મારી મુંઢ ઇજા કરી તેમજ રફીક ભાઈને બચાવવા પડેલ નસીમબેન તથા નજમાબેનને પણ માથામા ગંભીર જીવલેણ ઇજા પહોચાડી હત્યાની કોશીશ કરી હતી ગાળો બોલી જાનથી મારી નાખવા ની ધમકી આપી હતી તો સામે પક્ષે પણ સાજીદભાઇ શબીરભાઇ જેડાએ રફીકભાઇ નુરમાદભાઇ જામ (૨) એજાજભાઇ નુરમાદભાઇ જામ સામે નોધાવેલ ફરિયાદ મુજબ મસ્તી (મશ્કરી) કરવા મુદે ખોટું રફીક જામ અને એજાજ જામે મુંઢમાર માર્યાની તેમજ આરોપી એજાજે પોતાની પાસે રહેલ છરી વડે ફરી.ને. જાનથી મારીનાખવાના ઇરાદાથી સાજીદભાઇને છાતીમા તેમજ બંને પગના સાથળના ભાગે તેમજ બંને હાથમા આડેધડ ઘા મારી જીવલેણ ઇજા કરી ખુનની કોશીશ કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બનાવ અંગે પોલીસે ગુન્હો નોધિ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

