ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રવિવારે યમુનોત્રી હાઈવે પર દમતા પાસે 28 શ્રદ્ધાળુઓને લઈ જતી બસ 200 મીટર ઊંડી ખીણમાં પડી જતાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા હતા. પ્રાથમિક અહેવાલ મુજબ તમામ મુસાફરો મધ્યપ્રદેશના હતા.
#WATCH | Uttarakhand: Visuals from the gorge in Uttarkashi district where a bus carrying 28 pilgrims fell down. 22 pilgrims have died & 6 people have been injured. Local administration & SDRF teams engaged in rescue work; NDRF team rushing to spot. pic.twitter.com/g0KDBRdDMe
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 5, 2022
25ના મૃતદેહ મળ્યા: અત્યાર સુધીમાં 25 મૃતદેહો મળી આવ્યા છે. પોલીસ અને SDRFની ટીમ ઘટનાસ્થળે છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. “ઉત્તરાખંડના સ્થાનિક વહીવટીતંત્ર મુજબ, 25 યાત્રાળુઓના મોત થયા છે અને 3 લોકો ઘાયલ થયા છે. NDRFની ટીમ સ્થળ પર દોડી રહી છે અને કોઈપણ સમયે પહોંચી જશે,” એમ ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે સમાચાર એજન્સી ANIને જણાવ્યું.

પીએમ એ દુઃખ વ્યક્ત કર્યું: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકો અને ઘાયલોના નજીકના સંબંધીઓ માટે એક્સ-ગ્રેશિયા રાહતની જાહેરાત કરી હતી. “ઉત્તરાખંડમાં બસ દુર્ઘટના ખૂબ જ દર્દનાક છે. જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર ઘટનાસ્થળે તમામ શક્ય સહાયમાં વ્યસ્ત છે,” વડાપ્રધાને કહ્યું. તેમની ઓફિસે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના નજીકના સંબંધીઓ માટે PMNRF તરફથી પ્રત્યેકને રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000ની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી.

