રાપર મોરબી રાજકોટ રૂટની એસટીમાં મહાદેવભાઈ વાઘમારે નામનો આંગડીયા પેઢીનો કર્મચારી 62.50 લાખ રોકડ રકમ થેલામાં ભરી મોરબીની પેઢીને આપવા જઈ રહ્યો હતો તે દરમિયાન સવારે 9 વાગ્યે એસટી બસ માળિયા પાસે આવેલ માધવ હોટેલ પાસે ચા નાસ્તા માટે એસટી બસે સ્ટોપ કર્યો હતો.જે બાદ મહાદેવભાઈ બાથરૂમ જવા નીકળ્યા હતા અને જયારે બેગ તેની બસની સીટ પાસે રાખી દીધું હતું કર્મચારીની આ બેદરકારી તેને ખુબ ભારે પડી ગઈ હતી. કારણકે કર્મચારી જેવો થેલો મુકીને બહાર ગયો કે તુરંત પેસેન્જરના સ્વાંગ આવેલ બે ગઠીયા થેલો લઇ રફુચક્કર થઇ ગયા હતા.

૧૦ મિનીટ બાદ મહાદેવભાઈ જેવા બસમાં પાછા ફર્યા અને થેલો સ્થળ પર ન મળતા આઘાત જનક સ્થિતિમાં પહોચી ગયા હતા અને આસપાસના લોકોને થેલા વિશે પૂછપરછ કરી હતી જોકે હાજર લોકોને ખ્યાલ ન હતો આ દરમિયાન આંગડીયા પેઢીના કર્મચારીને યાદ આવ્યું હતું કે બે શખ્સ કાળું માસ્ક પહેરેલા બે શખ્સ બદલગઢથી ચઢ્યા હતા તે બસમાંથી ગાયબ હતા જેથી તેમના પર જ ચોરી થયાની આશંકા જણાતા તેણે માળિયા મિયાણા પોલીસ મથકમાં અજાણ્યા 2 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી.ઘટનાની જાણ થતા માળિયા મિયાણા પોલીસ મથકના પીએસઆઈ બી ડી જાડેજા અને તેની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી

આ ઉપરાંત મોરબી એલસીબી એસઓજી સહિતની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી હતી અને અને ફરીયાદીના નિવેદન મુજબ અલગ અલગ ટીમ બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી અને મોરબી માળિયા કચ્છ તરફ જામનગર તરફ જતા તેમજ હળવદ તરફ જતા રસ્તા પર નાકાબંધી કરી હતી તેમજ હોટેલ તેમજ આસપાસના અન્ય દુકાનોના સીસીટીવી ફૂટેજની પણ ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી હતી

