HomeNationalઆજે ઝીરો શેડો ડે: કરી જુવો બપોરે આ પ્રયોગ

આજે ઝીરો શેડો ડે: કરી જુવો બપોરે આ પ્રયોગ

વધુ એક ખગોળીય ઘટના સર્જવા જઇ રહી છે. શનિવારે 4 જૂનના દિવસે “ઝીરો શૅડો ડે” તરીકે ઉજવાશે. બપોરના 12.48 મિનિટે સૂર્ય બરાબર માથા પર આવશે ત્યારે લોકોનો પડછાયો એક મિનિટ માટે સંપૂર્ણપણે બંધ થઈ જશે. જેથી 4 જૂન ની “ઝીરો શૅડો ડે” તરીકે ઉજવણી કરાશે.

જામનગરની સંસ્થાએ આપી વિગત: સૂર્ય હંમેશા એકની એક જગ્યાએ ઊગતો દેખાતો નથી, ઉનાળામાં ઉત્તર તરફ ખસતો દેખાય છે, અને શિયાળામાં તે દક્ષિણ તરફ ખસતો દેખાય છે. સૂર્ય પોતાની ઉત્તર તરફની આકાશીયાત્રા દરમિયાન વધુમાં વધુ ખસીને 23.5 અંશે ઉગ્યા બાદ ફરી દક્ષિણ તરફ ખસવા માંડે છે. તેને દક્ષિણાયન કહેવાય છે. જે 22 જુન આસપાસ હોય છે. આ દિવસે આપણે ત્યાં મોટામાંમોટો દિવસ હોય છે.

આવું પણ બને: સૂર્યનું ડેકલિનેશન-ઉંચાઇ અને તે સ્થળના અક્ષાંસ સરખા હોય, જ્યારે સૂર્ય લોકલ મેરિડીયન ને ક્રોસ કરે ત્યારે સૂર્ય કિરણ તે સ્થળે બરાબર લંબ આકારે પડે, ત્યારે ત્યાં થોડી ક્ષણો માટે પડછાયો અદ્શ્ય થઈ જાય છે. અલગ-અલગ સ્થળો માટે અક્ષાંસ મુજબ સૂર્યની બરાબર માથે આવવાની તારીખ અને સમય અલગ-અલગ હોય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW