HomeNationalઘઉં બાદ સરકાર ખાંડની નિકાસ રોકવાના મૂડમાં

ઘઉં બાદ સરકાર ખાંડની નિકાસ રોકવાના મૂડમાં

ભારતમાં ખાંડની વધતી કિંમતોને જોતા કેન્દ્ર સરકાર ખાંડની નિકાસ પર પણ બેન લગાવવાની યોજના ઘડી રહી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ડોમેસ્ટિક કિંમતોમાં વધારાને રોકવા માટે સરકાર ખાંડ નિકાસને પ્રતિબંધિત કરી શકે છે.

ખાંડ ઉત્પાદનમાં ભારત: દુનિયામાં સૌથી વધારે ખાંડનું ઉત્પાદન ભારત દેશમાં થાય છે. ખાંડ નિકાસમાં ભારત આખા વિશ્વમાં બીજા નંબરે આવે છે. દુનિયામાં ભારતથી વધારે ખાંડ બ્રાઝીલ નિકાસ કરે છે. સરકારે ડોમેસ્ટિક જરૂરિયાતોને જોતા ઘઉંની નિકાસ પર બેન લગાવવાનો નિર્ણય લીધો હતો. હવે સંભવ છે કે, ખાંડની નિકાસ પર પણ રોક લગાવવાનો નિર્ણય લેવામાં આવે.

રિપોર્ટ એવો છે: ભારતે સપ્ટેમ્બરમાં સમાપ્ત થનારા ચાલુ વર્ષમાં 18મે સુધી 75 લાખ ટન ખાંડની નિકાસ કરી છે. નાણાંકીય વર્ષ 2020-21માં 70 લાખ ટન ખાંડ એક્સપોર્ટ થઇ હતી. જ્યારે એક નાણાંકીય વર્ષ 2017-18માં 6.2 લાખ ટન, 2018-19માં 38 લાખ ટન અને 2019-20માં કુલ 59.60 લાખ ટન ખાંડની નિકાસ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW