સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરીને ATMમાંથી રોકડ ઉપાડ વિશે માહિતી આપી છે. હવે SBI ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારો પાછળનું કારણ એ છે કે આની મદદથી રોકડ વ્યવહારની પદ્ધતિને વધુ સુરક્ષિત બનાવી શકાય છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ATMમાંથી પૈસા ઉપાડવા માટે OTP દાખલ કરવો ફરજિયાત બની ગયો છે. હવે ગ્રાહકો OTP દાખલ કર્યા વિના રોકડ ઉપાડી શકશે નહીં. OTP સુવિધા શરૂ કરવા પાછળનું કારણ ગ્રાહકોને સાયબર ગુનાઓથી સુરક્ષિત રાખવાનું છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરીને ATMમાંથી રોકડ ઉપાડ પર OTPની જરૂરિયાત વિશે માહિતી આપી છે. આ બાબતે બેંકે કહ્યું છે કે, ‘અમારા OTP આધારિત રોકડ ઉપાડ એ SBI ATM માંથી સાયબર ગુનેગારો સામેનું વેક્સિનેશન છે.

