HomeNationalInter Nationalશ્રી લંકામાં દેશ વ્યાપી Curfew, PMના નિવાસસ્થાને આગચંપી

શ્રી લંકામાં દેશ વ્યાપી Curfew, PMના નિવાસસ્થાને આગચંપી

શ્રીલંકામાં સોમવારે દેશવ્યાપી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે,શ્રીલંકા ઇતિહાસના સૌથી ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે,જેના લીધે પરિસ્થિતિ દેશની ખરાબ થઇ છે જેના લીધે રાજધાની કોલંબોમાં સેનાની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે. કોલંબોમાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના કાર્યાલયની બહાર સરકાર તરફી લોકોએ વિરોધીઓ પર હુમલો કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે. જેમાં 23 લોકો ઘાયલ થયા હતા.

મહિન્દા રાજપક્ષે વડાપ્રધાન પદ છોડી શકે છે તેવા અહેવાલો સામે આવ્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. શ્રીલંકા પણ આ સમયે રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે. મહિન્દા રાજપક્ષેના નાના ભાઈ અને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે પર આ આર્થિક કટોકટીમાંથી બહાર આવવા માટે વચગાળાના વહીવટીતંત્રની રચના કરવાનું દબાણ વધી રહ્યું છે અને સતત દેખાવો થઈ રહ્યા છે

શ્રીલંકામાં આ ગંભીર આર્થિક સંકટ દેશમાં વિદેશી હૂંડિયામણની અછતને કારણે છે. આનો અર્થ એ થયો કે દેશ અનાજ અને બળતણની આયાત માટે ચૂકવણી કરવા સક્ષમ નથી. તેના કારણે ટાપુ દેશમાં આવશ્યક ચીજવસ્તુઓની ભારે અછત સર્જાઈ છે અને મોંઘવારી પણ આસમાને પહોંચી રહી છે. 9 એપ્રિલથી, દેશભરમાં વિરોધીઓ રસ્તા પર ઉતરી રહ્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW