HomeNationalરાજકાજ: ભગવંત માન સાથે મુલાકાત કરશે નવજોત સિંહ સિદ્ધુ

રાજકાજ: ભગવંત માન સાથે મુલાકાત કરશે નવજોત સિંહ સિદ્ધુ

પંજાબમાં વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ નવજોત સિંહ સિદ્ધુની સ્થિતિ કોંગ્રેસમાં સતત ખરાબ થઈ રહી છે. પંજાબ કોંગ્રેસના પ્રભાવીએ સિદ્ધુ વિરુદ્ધ ફરિયાદ કરી છે અને મામલાને અનુશાસન સમિતિ પાસે મોકલ્યો છે. તો આ વચ્ચે નવજોત સિંહ સિદ્ધુએ ટ્વિટર કરી માહિતી આપી કે તે તે મુખ્યમંત્રી ભગવંત માન સાથે મુલાકાત કરવાના છે. મહત્વનું છે કે સિદ્ધુ ભગવંત માનની પ્રશંસા કરી ચુક્યા છે. તેમણે પંજાબના મુખ્યમંત્રીને નાના ભાઈ અને ઈમાનદાર વ્યક્તિ ગણાવ્યા હતા.

થોડા સમય પહેલા ભગવંત માનની પ્રશંસા કરતા સિદ્ધુએ કહ્યુ હતુ- તે ખુબ ઈમાનદાર વ્યક્તિ છે. મેં ક્યારેય તેમના પર આંગળી ઉઠાવી નથી. જો તે લડે છે તો તેની સાથે મારૂ સમર્થન છે. હું પાર્ટી લાઇનથી હટી તેમનો સાથ આપીશ કારણ કે આ પંજાબની લડાઈ છે. તેના એક દિવસ પહેલાં સિદ્ધુએ રાજ્યમાં કાયદો વ્યવસ્થાને લઈને આપ સરકાર પર નિશાન સાધ્યુ હતું.

આ પહેલા ભગવંત માનને રબ્બર સ્ટેમ્પ ગણાવ્યા હતા. તેમણે સરકાર પર પોલીસનો દુરૂપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. સિદ્ધુ પંજાબમાં પોતાની સરકાર પર સવાલ ઉઠાવી ચુક્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW