HomeGujaratમોરબી વાંકાનેર ડેમુની 4 ટ્રેનમાં મંથલી પાસ સિસ્ટમને ફરીથી મંજુરી

મોરબી વાંકાનેર ડેમુની 4 ટ્રેનમાં મંથલી પાસ સિસ્ટમને ફરીથી મંજુરી

મોરબી વાંકાનેર વચ્ચે ચાલતી ડેમુ ટ્રેનમાં દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો અવરજવર કરે છે ખાસ કરીને વાંકાનેરથી અભ્યાસ માટે આવતા છાત્રો તેમજ મોરબીથી ઢુવા રફાળેશ્વર આસપાસ આવેલ સિરામિક ફેક્ટરીમાં મજુરી કામ કરતા શ્રમિકનો સમાવેશ થાય છે કોરોના મહામારી પહેલા ડેમુ ટ્રેનમાં મંથલી પાસ સીસ્ટમ ચાલતી હતી જોકે પ્રથમ લોકડાઉનમાં ટ્રેન બંધ થયા બાદ ધીમે ધીમે ટ્રેન વ્યવહાર શરુ કરવામાં આવ્યો છે મોરબી વાંકાનેર વચ્ચે પણ હાલ ડેમુ ટ્રેન શરુ કરવામાં આવી છે જોકે તેમાં પણ હજુ મંથલી પાસ સેવા શરુ કરવામાં આવી ન હતી તેમજ ડેમુ ટ્રેનમાં હાલ સ્પેશ્યલ ટ્રેન ના નામે અગાઉ કરતા ત્રણ ગણું ભાડું વસુલ કરવામાં આવતું હોવાથી રોજીંદા મુસાફરોને આર્થીક રીતે નુકશાન જતું હતું આ અંગે મોરબીના સામજિક કાર્યકરો અને આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવતા રાજકોટ ડીવીઝન દ્વારા મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન નમ્બર 09444, વાંકાનેર મોરબી ડેમુ ટ્રેન નમ્બર 09563 મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન નમ્બર 09440 તેમજ વાંકાનેર મોરબી ડેમુ ટ્રેન નમ્બર 09561માં સીઝન ટીકીટ એટલે કે મંથલી પાસ સીસ્ટમ શરુ કરવામાં આવી છે તેમજ ડીસીએમ અભિનવ જેફે જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW