રાજકોટમાં ભરઉનાળે મહાનગરપાલિકા દ્વારા વિવિધ વોર્ડોમાં પાણીકાપ કરવામાં આવ્યો છે. જેમાં સતત બીજા દિવસે 8 વોર્ડમાં પાણીકાપ કરાતા મહિલાઓ વિફરી હતી. મહિલાઓએ ભાજપ હાય હાયના સુત્રોચ્ચાર કર્યાં હતાં. હજુ આવતીકાલે પણ અનેક વોર્ડોમાં પાણીકાપ યથાવત્ત રહેતા લોકોમાં પણ રોષની લાગણી ફેલાઈ છે.

રાજકોટ મહાનગરપાલિકાએ જાહેર કર્યા પ્રમાણે આજે બજરંગવાડી હેડવર્કસ હેઠળ આવતાં વોર્ડ નં.2 (પાર્ટ), વોર્ડ નં.3 (પાર્ટ)માં પાણીકાપ રહેશે. જ્યારે રૈયાધાર આધારીત ગાંધીગ્રામ અને 150 ફૂટ રિંગરોડ હેડ વર્કસ હેઠળ આવતાં વોર્ડ નં.1, 2 (પાર્ટ), 9 (પાર્ટ) અને 10 તેમજ રેલનગર હેડવર્કર્સમાં આવતાં વોર્ડ નં.13 (પાર્ટ), ચંદ્રેશનગર હેડવર્કર્સ હેઠળ આવતાં વોર્ડ નં.8 (પાર્ટ) 11 (પાર્ટ) અને 13 (પાર્ટ)માં પાણી વિતરણ કરવામાં આવશે નહીં.

જ્યારે તા.29 એપ્રિલને શુક્રવારે બજરંગવાડી વોર્ડ નં.2 (પાર્ટ), 3 (પાર્ટ) તેમજ મવડી વોર્ડ નં.8 (પાર્ટ), 11 (પાર્ટ), 12 (પાર્ટ), 13 (પાર્ટ)માં પાણી વિતરણ પ્રભાવિત થનાર હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. તેમાં વોર્ડ નં.1માં રામેશ્વર પાર્ક (પાર્ટ-2), વિદ્યુનગર જજ બંગલો, આલાપ ગ્રીન સિટી, ગોવિંદનગર, ગોપાલનગર, ધરમનગર આવાસ યોજના, રવિ રેસિડેન્સી, ઋષિ વાટિકા, શાસ્ત્રીનગર સહિતના વિસ્તારો ઉપરાંત વોર્ડ નં.2માં રંગ ઉપવન સોસાયટી, છોટુનગર મફતિયાપરા, વોર્ડ નં.9માં મીરાનગર, શ્રીજી પાર્ક, સરસ્વતી પાર્ક, અંજની પાર્ક, હિરામણીનગર, વિતરાગ સોસાયટી, નેમીનાથ સોસાયટી, દીપક સોસાયટી સહિતના અનેક વિસ્તારોનો સમાવેશ થાય છે.

