આઈશા હત્યાકેસમાં સેશન્સ કોર્ટે એના પતિ આરિફને 10 વર્ષની સજા ફટકારી છે. તા.25 ફેબ્રુઆરી 2021ના રોજ સાબરમતી રીવરફ્રન્ટ પાસે આઈશાએ પોતાના પતિના ત્રાસને કારણે મોતને વ્હાલું કર્યું હતું. આ પગલું ભરતા પહેલા તેણે એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સેશન્સ કોર્ટે ચૂકાદામાં આ વીડિયો અંગે અને વોઈસ સ્પેક્ટ્રોગ્રાફિકને મહત્ત્વનો પુરાવો ગણીને સુનાવણી કરી છે.
આંખમાંથી એક આંસુ પણ પડ્યું નથી. જાણે પોતે કંઈ કર્યું જ ન હોય એવી રીતે તે પોલીસ સાથે ચાલતો હતો. આરિફના આવા વર્તનથી ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસ પૂછપરછમાંથી સામે આવ્યું હતું કે, આરીફે જ એને વીડિયો બનાવવા માટે કહ્યું હતું. તે આઈશાના બાળકને ઉછેરવા માંગતો હતો પણ તે દુનિયામાં આવ્યું જ નથી. આઈશાના કોઈ વ્યક્તિ સાથે સંબંધ હોય એવું તે માનતો ન હતો. જ્યારે વાતચીતની ક્લિપ સાંભળવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે, આઈશા આરિફા પાસે જવા માગતી હતી. પણ કેસને કારણે તે સ્વીકારવા માટે આનાકાની કરતો હતો. જ્યારે પિતા સાથેની વાતીચીતમાંથી એ વાત જાણવા મળી હતી કે, આઈશાએ કહ્યું હતું કે, આરીફ તેને પોતાની સાથે લઈ જવા માંગતો નથી. હું આત્મહત્યા કરી લઈશ એવું કહ્યું ત્યારે તેણે કહ્યું કે તારે મરવું હોય તો મરી જા. એવું કહીને મને એક વીડિયો મોકલજે એવું પણ દબાણ કર્યું હતું. પછી પેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આઈશાએ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ સસરા સહિતના લોકો સામે કાયદેસરની ફરિયાદ કરી હતી. જેના કારણે પિતના દિમાંગમાં ઝેર ચડ્યું હતું.

સમાજમાં ઘરેલું હિંસાને ઓછી કરવા આ આરોપીને છોડી શકાય એમ નથી. એની સાથે કોર્ટે એ વાતની પણ નોંધ લીધી છે કે, આઈશાનો ગર્ભપાત થયો હતો. આત્મહત્યાની આ ઘટનાને ખૂબ જ દુઃખદ ગણાવી હતી. સાબરમતી નદીમાં કુદતા પહેલા તેણે પોતાના પતિને ફોન કર્યો હતો. પછી મરી જવાની વાત કરી હતી. ફોન રેકોર્ડિંગ અને વીડિયોના આધારે પિતાએ સાબરમતી રીવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જમાઈ સામે થયેલી આ ફરિયાદમાં પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી દીધી હતી. છેલ્લે જે વીડિયો બનાવ્યો એમાં તેણે કહ્યું હતું કે હું ખુશ છું અને શાંતિથી આ દુનિયા છોડીને જવા માગું છું. અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા અને અલમીના પાર્કમાં રહેતા લિયાકલ અલી મકરાણી પોતે સિલાઈકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. સંતાનમાં એક મોટી દીકરી હિના હતી. જેના લગ્ન થઈ ગયા છે. જ્યારે દીકરો અમીર અને અરમાન છે. આઈશાને ઘરમાં પ્રેમથી સોનું કહીને બોલાવતા હતા.લગ્ન બાદ આઈશાને એનો પતિ કરિયાવર લાવવા અંગે ત્રાસ દેતો હતો. વર્ષ 2018માં ડીસેમ્બર મહિનામાં પતિ દહેજ માગીને ઝઘડો કરીને આઈશાને પીયરમાં મૂકી ગયો હતો. સમાજના લોકોએ મધ્યસ્થી કરીને, સમાધાન કરીને એને પાછા સાસરે લઈ ગયા હતા. તા.2 માર્ચ 2021ના રોજ જ્યારે પોલીસે આરીફને રાજસ્થાનથી પકડી પાડ્યો ત્યારે એના ચહેરા પર અફસોસના કોઈ અંશ જોવા મળ્યા નથી.

