HomeGujaratચૂંટણી વહેલી નહીં યોજાય પણ 2022માં અમને ગુજરાત સોંપશોનેઃ પાટીલ

ચૂંટણી વહેલી નહીં યોજાય પણ 2022માં અમને ગુજરાત સોંપશોનેઃ પાટીલ

રાજકોટમાં આવેલા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં રાજકોટ બિલ્ડર્સ એસો.ની એક વાર્ષિક સભા મળી હતી. જેમાં ચૂંટણી અંગેની સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં વહેલી ચૂંટણી નહીં યોજાય.જ્યારે એમને રેતીથી દોરેલું એમનું પેઈન્ટિંગ આપવામાં આવ્યું ત્યારે તેમણે હસતા હસતા કહ્યું કે,આ ભેટનો સ્વીકાર કરી આશા રાખું છું કે, ડીસેમ્બર 2022માં આપ સૌ જીત અપાવી ગુજરાત અમને સોંપશો.

આમ કરીને તેમણે હસતા હસતા વોટ અપીલ કરી નાંખી હતી. તમે રાજકોટ અને સૌરાષ્ટ્ર બંનેને અલગ ન કરી શકો. રાજકોટમાં કાર્યક્રમ થયો એમાં સમગ્ર સૌરાષ્ટ્રના બિલ્ડર્સ અહીં આમંત્રિત કર્યા એ દેખાડે છે કે, તમે સમય કરતા પહેલા દોડવાનું પસંદ કરો છો. અગાઉ ભાઈઓના નામે જ દસ્તાવેજો થતા હતા. પમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા સ્ત્રી સશક્તિકરણને વેગ આપ્યો. અત્યારે એટલે સ્ત્રીના નામે દસ્તાવેજ થાય છે. કારણ કે એની સ્ટેમ્પ ડ્યૂટી ઓછી લાગે છે. જેના કારણે બહેનોની સુરક્ષા વધી છે. વડાપ્રધાન મોદીની ઈચ્છા હતી કે મારા દેશની બહેનોને કોઈને કોઈ રીતે સુરક્ષિત થાય છે.

ભારતીય જનતા પાર્ટી આપ સૌની સાથે છે. કેન્દ્રમા વડાપ્રધાન મોદીની સરકાર તરફથી બિલ્ડર્સ એસો. માટે જુદા જુદા નિયમો અને યોજના તૈયાર કરવામાં આવી છે. આ માટે સરકાર કટિબદ્ધ છે. કોઈ પણ વ્યક્તિને એના વેપાર વ્યવસાયમાં મુશ્કેલી પડે ત્યારે સરકારની પ્રાથમિક ફરજ બને છે. જ્યારે નિયમોમાં થોડી બાંધછોડ કરવી જોઈએ અને જો આમ થશે તો જ રોજગારીની નવી તકનું સર્જન થશે. તક ઊભી થશે તો ગુજરાત તેમજ સમગ્ર દેશ મજબુત થશે. મને વિશ્વાસ છે કે, આ ગુજરાત મને આપ્યું છે તો સાથે મળીને બહુમતી સાથે જીતીશું. પ્રમાણિક પ્રયત્નો કરીશું એવું અમે ન કહેતા નથી પણ અમે પરિણામ સુધી પહોંચીશું એવો આપ સૌને વિશ્વાસ અપાવું છું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW