HomeNationalએક બાજું મેવાણીને કોર્ટે જામીન આપ્યા,પોલીસે બીજા કેસમાં પકડી પણ લીધા

એક બાજું મેવાણીને કોર્ટે જામીન આપ્યા,પોલીસે બીજા કેસમાં પકડી પણ લીધા

ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને સોમવારે આસામની કોકરાઝાર કોર્ટ દ્વારા જામીન મળ્યા બાદ તરત જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. પ્રારંભિક માહિતી અનુસાર, મેવાણીની એક અલગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. “બારપેટા પોલીસે ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની અન્ય એક કેસના સંબંધમાં પુનઃ ધરપકડ કરી હતી, તેમના ટ્વીટ સાથે જોડાયેલા મામલામાં તેમને જામીન મળ્યા પછી તરત જ,” મેવાણીના વકીલ, એડવોકેટ અંગશુમન બોરાએ જણાવ્યું હતું. અગાઉ 20 એપ્રિલે પીએમ નરેન્દ્ર મોદી પર ટ્વિટ કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી અને આજે બપોરે કોકરાઝાર કોર્ટ દ્વારા તેને જામીન આપવામાં આવ્યા હતા.

મેવાણીની ત્રણ દિવસની પોલીસ કસ્ટડી રવિવારે પૂરી થઈ હતી, ત્યારબાદ તેને રવિવારે સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે 10 દિવસની કસ્ટડી માંગી હોવા છતાં કોર્ટે મેવાણીને એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા હતો. પોલીસ એફઆઈઆર મુજબ, મેવાણીએ ટ્વિટ કર્યું હતું કે વડા પ્રધાન મોદી “ગોડસેને ભગવાન માને છે”. જિગ્નેશ મેવાણીના વકીલ અંગશુમન બોરાએ જણાવ્યું હતું કે, આસામની બારપેટા પોલીસે ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની બીજા એક કેસમાં ધરપકડ કરી લીધી છે. ટ્વીટ વાળા કેસમાં જામીન મળ્યાના તુરંત બાદ આસામ પોલીસે જિગ્નેશ મેવાણીની બીજા કેસમાં ધરપકડ કરી લીધી. મેવાણીએ અધિકારીઓ પર હુમલો કર્યો હતો, જેમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. એવું પોલીસનું કહેવું છે.  

સોશિયલ મીડિયા ઉપર આસામ ખાતે કરવામાં આવેલી એક ફરિયાદ વાયરલ થઈ છે. આ ફરિયાદમાં 18 એપ્રિલના રોજ જિગ્નેશ મેવાણીએ વડાપ્રધાનને સંબોધન કરી એક મેસેજ કર્યો હતો. ફરિયાદીનું એવું માનવું છે કે આ પ્રકારના ટ્વીટથી સમાજમાં એખલાસ ડહોળાય છે અને તેને કારણે ટ્વીટ કરનાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મેવાણી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવવી જોઈએ. ધરપકડ બાદ પોલીસની ગાડીમાં બેઠાં બેઠાં મેવાણીએ કરેલી એક્શનનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે પુષ્પા ઝુકેગા નહી નો આઈકોનિક એક્શન ડાયલોગ કહેતા હોય એવો પોઝ આપી રહ્યા છે.

 કોંગ્રેસના નેતા અને વડગામના ધારાસભ્ય એવા જીગ્નેશ મેવાણીની 20 તારીખે આસામ પોલીસે ધરપકડ કરી હતી. ટ્વીટ મામલે આ ધરપકડ કરાઇ હોવાનું સામે આવ્યું છે. જેથી વિવાદિત ટ્વીટના આધારે જીગ્નેશ વિરુદ્ધ ફરિયાદ દાખલ થતા આસામ પોલીસે પાલનપુરથી જીગ્નેશ મેવાણીની ધરપકડ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW