HomeGujaratહળવદ: રેતીચોરીની ખનીજ ખાતામાં ફરીયાદ કરવા બદલ પિતા-પુત્ર સહિત ત્રણ લોકો પર...

હળવદ: રેતીચોરીની ખનીજ ખાતામાં ફરીયાદ કરવા બદલ પિતા-પુત્ર સહિત ત્રણ લોકો પર ખનીજ માફિયાનો હુમલો

હળવદ તાલુકામાં મોટા પાયે ખનીજ ચોરી થઇ રહી છે તે જગજાહેર છે અવાર નવાર અલગ અલગ સ્થળેથી બ્રાહ્મણી નદી પર ખનીજ માફિયાઓ રેતી ચોરી કરતા પકડાય છે તો ઘણા બધા કિસ્સામાં પોલીસ ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્રની મીઠી નજર હેઠળ મોટા પાયે ખનીજ ચોરી થઇ રહી છે.પોલીસ કે ખનીજ વિભાગનો ડર જાણે આ માફીયોને સાવ રહ્યો જ ન હોય તેમ લોકો પર જીવલેણ હુમલો કરતા પણ અચકાતા નથી આવી એક ઘટના હળવદના ચાદ્ધ્રામાં બની છે જે અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચાડધ્રા ગામમાં કેટલાક લોકો રેતી ચોરી કરવા આવ્રયા હોવાથી ગામના જગદીશભાઈ કસુભાઈ ટાપરિયાએ ખનીજ વિભાગમાં ફોન કરી જાણ કરી હતી જે બાદ જગાભાઇ ઉર્ફે ઠૂઠી માત્રાભાઈ ભરવાડ અને અજાણ્યા માણસો જગદીશભાઈના ઘરે ધસી આવ્યા હતા અને અમને રેતી કેમ ભરવા નથી દેતા તેમ જણાવી જગદીશભાઈ તેમના પુત્ર મહેશભાઈ તેમજ જવેરદાનને ઢીકાપાટુંનો માર માર્યો હતો તેમજ ધોકા અન લાકડી જેવા હથીયાર દેખાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW