HomeGujaratમોરબી: ડો આંબેડકરની ૧૩૧મી જન્મજયંતીની ઉજવણી માર્ગો પર રેલી નીકળી,આગેવાનોએ પુષ્પાંજલી...

મોરબી: ડો આંબેડકરની ૧૩૧મી જન્મજયંતીની ઉજવણી માર્ગો પર રેલી નીકળી,આગેવાનોએ પુષ્પાંજલી કરી

ભારતના પ્રથમકાયદા મંત્રી અને ભારતના બંધારણના શિલ્પી ડો. બી આર આંબેડકરની આજે ૧૩૧ મી જન્મ જયંતિ છે ત્યારે દેશ ભરમાં તેની જોશભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર-ઠેર તેમની પ્રતિમા અને તસ્વીરને પુષ્પાંજલી કરી યાદ કરી શ્રધ્ધાંજલી આપવામાં આવે છે ત્યારે મોરબી શહેરમાં પણ આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી મોરબી શહેરના અલગ અલગ વિસ્તારમાંથી અનુસુચિત જાતિના અલગ અલગ સંગઠન દ્વારા રેલી કાઢવામાં આવી હતી.

રેલ્વે સ્ટેશન રોડ એકઠી થઇ હતી .બાદમાં રેલવે સ્ટેશન રોડથી જ એક સાથે પ્રસ્થાન કરી શહેરના રેલ્વે સ્ટેશન રોડથી સુપર સિનેમા,ત્રિકોણબાગ,પરા બજાર,નહેરુગેટ ચોક થઇ નગરપાલીકા કચેરી ખાતે પહોચી હતી અને રેલીનું વિસર્જન થયું હતું.પાલિકા કચેરી ખાતે આવેલ ડો આંબેડકર પ્રતિમાને હાર તોરા તેમજ પુપ્ષાજલી કરવામાં આવી હતી.તેમજ નગર-પાલિકા કચેરી બહાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમંત્રી બ્રીજેસ મેરજા,મોરબી પાલિકાના પ્રમુખ કેકે પરમાર,ઉપ પ્રમુખ જયરાજસિહ જાડેજા કારોબારી સમિતિ ચેરમેન સુરેશભાઈ દેસાઈ પાલિકાના ચુંટાયેલ સદસ્યો રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને આંબેડકરજીને યાદ કરી તેમણે શ્રદ્ધાંજલી આપી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW