કોંગ્રેસના મોટાનેતા જગદીશ ઠાકોર ચૂંટણીના મુડમાં આવી ગયા હોય એવું લાગી રહ્યું છે. તેમણે કાર્યકર્તાઓના ક્લાસ લેવાનું ચાલું કરી દીધું છે. કોંગ્રેસ અંગે નબળી વાત કરનારા કોંગ્રેસ છોડી દે એવું નિવેદન જગદીશ ઠાકોરે આપ્યું છે. મહેસાણામાં તેમણે કાર્યકર્તાઓના ક્લાસ લીધા હોય એવું એમના નિવેદન પરથી લાગી રહ્યું છે. એટલું જ નહીં એમના કાર્યક્રમમાં ગેરહાજર રહેનારા હોદ્દેદારોને ખુલાસો પૂછવા અંગે પણ તેમણે જિલ્લા પ્રમુખને ટકોર કરી છે.
મહેસાણાના અર્બુદા ભવનમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી યોજાયેલી તામલિમ શિબિરમાં જગદીસ ઠાકોરે વિધાનસભાની ગુજરાતની ચૂંટણી અંગે તમામ આશંકાઓમાંથી બહાર નીકલીને ભાજપને હરાવવા માટે પ્રજાની વચ્ચે જઈને કામ કરવા માટે એલાન કર્યું છે. આ બેઠકમાં કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો હાજર રહ્યા ન હતા. એમની પાંખી હાજરીને લઈને પણ કોંગ્રેસનેતાએ ટકોર કરી હતી. ગેરહાજર રહેનારા હોદ્દેદારોની એક યાદી તૈયાર કરીને ખુલાસો કરવા પણ જિલ્લા પ્રમુખને ટકોર કરી હતી. પક્ષના જે કાર્યકર્તાઓ કાર્યક્રમમાં સતત ચાર વખતથી વધારે ગેરહાજર રહેનારા હોદ્દેદારોની ખાસ નોંધ લેવા ટકોર કરી છે. તમારામાં આત્મવિશ્વાસ નહીં હોય તો કાર્યકરોમાં ક્યાંથી આવશે. કાર્યકરોમાં આત્મવિશ્વાસ નહીં હોય તો પ્રજાને કઈ રીતે આત્મવિશ્વાસ આપી શકાશે. કોંગ્રેસમાં બે-પાંચ ટકા લોકો પક્ષની નબળાઈની વાત કરીને કોંગ્રેસને નુકસાન કરે છે. જેની પાસે જવાબદારી હોય છે તેવા લોકો કહે છે કે ઉપરથી જામતુ નથી. કોંગ્રેસ અંગે ઘસાતુ બોલનારાઓ કોંગ્રેસ છોડી એવી ગર્ભિત ચિમકી પણ ઉચ્ચારી છે.

જોકે, આ તમામ પાસાને ચૂંટણીની તૈયારી રૂપે જોવામાં આવે છે. ભાજપ પાસે હિન્દુ-મુસ્લીમ સિવાય કોઈ મુદ્દો નહી હોવાનો પણ દાવો થઈ રહ્યો છે. પણ રાજકીય સુત્રો એવું કહે છે કે, કોંગ્રેસ ચૂંટણી પહેલા આંતરિક રીતે થતા વિખવાદને ડામીને મજબુત થવા માંગે છે. શાસનમાં દરેક સમાજમાં ભાગલા પાડીને ભાઈચારાની ભાવનાને ખતમ કરવાનો ભાજપનો પ્રયાસ છે એવો જગદીશ ઠાકોરનો આક્ષેપ છે.

