HomeNationalનવા વેરિયંટ આવતા રહેશે પણ ગભરાવવાની જરૂર નથી, કોણ બોલ્યું આવું

નવા વેરિયંટ આવતા રહેશે પણ ગભરાવવાની જરૂર નથી, કોણ બોલ્યું આવું

નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રૂપ ઓન ઈમ્યુનાઈઝેશનના વડા ડૉ.એન.કે. અરોરાએ કોરોના વાયરસના નવા વેરિયંટને લઈને મોટું નિવેદન આપ્યું છે. કોરોના વાયરસના NXE પ્રકારને લઈને વિશ્વવ્યાપી હલચલના માહોલમાં તેમણે ખરા અર્થમાં એક રાહતની વાત કહી છે. તેમણે દેશવાસીઓને કહ્યું કે, પરેશાન થવાની જરૂર નથી. કોરોના વાયરસનું નવું વેરિયંટ એક નવો પ્રકાર છે. ઓમીક્રોન વેરિયંટના આ વાયરસના અન્ય ઘણા અને નવા પ્રકારોને તે પ્રોત્સાહન આપી રહ્યું છે.

આમાં X શ્રેણીના પ્રકારોનો સમાવેશ થઈ જાય છે. ઓમીક્રોનમાંથી ઘણા નવા વેરિયંટ આવી રહ્યા છે. આ XE સ્ટ્રેન છે. આવનારા ભવિષ્યમાં કોરોના વાયરસના નવા પ્રકારો આવતા રહેશે. પણ ગભરાવવાની કોઈ જરૂર નથી. હાલમાં જે આંકડાકીય માહિતી મળી રહી છે એ પ્રમાણે તે ખૂબ ઝડપથી ફેલાય રહ્યો હોય એવું લાગતું નથી. WHO એ XE સ્ટ્રેનને Omicron વેરિયન્ટના BA.1 અને BA.2 સ્ટ્રેનમાંથી તૈયાર થયો હોવાનો દાવો કર્યો છે. WHO અનુસાર, કોરોના વાયરસનો નવો XE સ્ટ્રેન Omicron કરતાં 10 ટકા વધારે ઈન્ફેક્શન કરે છે.


ભારતમાં XE સ્ટ્રેનનો પ્રથમ કેસ ગુજરાતમાં જોવા મળ્યો છે. જો કે આ પહેલા પણ મહારાષ્ટ્રના મુંબઈમાં એક કેસ જોવા મળ્યો છે. પરંતુ XE સ્ટ્રેનથી કોઈ વ્યક્તિ એમાંથી સંક્રમિત હોવાની ખાતરી થઈ નથી. અત્યાર સુધીમાં કોરોના વાયરસના બીજા ઘણા પ્રકારો સામે આવ્યા છે. તેમાંથી, ડેલ્ટા વેરિઅન્ટે સૌથી વધુ ઘાતક અને તબાહી મચાવનાર સાબિત થયો છે. ભારતમાં કોરોનાની બીજી લહેર માટે ડેલ્ટા વેરિઅન્ટ જવાબદાર હતો. દેશમાં બે વર્ષ બાદ કોરોનાની અસર ઓછી થઈ રહી છે. મહારાષ્ટ્રમાં નહીવત કહી શકાય એવા કેસ છે. આ સ્થિતિને ઘ્યાને રાખીને મોટા પ્રમાણમાં છૂટછાટ આપી દેવામાં આવી છે.

સોમવારે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 11,058 થઈ છે. એવું આરોગ્ય વિભાગનું કહેવું છે. દેશમાં 4,25,03,383 લોકો કોરોના સામે જીવનનો જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 185,74,18,827 વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. તા.16 જાન્યુઆરી 2022થી દેશમાં વેક્સિનેશન શરૂ થયું હતું. જોકે, નવા વેરિયંટને લઈને ચિંતા કરવાની જરૂર નથી. આ વાતને લઈ લોકોએ પરેશાન થવું નહીં એવું આ તબીબનું કહેવું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW