HomeGujaratCentral Gujaratધો.10નું પેપર ફૂટવાના મામલે બોર્ડના ચેરમેને નકારો કર્યો, કહી આ મોટી વાત

ધો.10નું પેપર ફૂટવાના મામલે બોર્ડના ચેરમેને નકારો કર્યો, કહી આ મોટી વાત

બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. શિક્ષણ વિભાગમાં વિવાદ જાણે પાણીમાં જામેલી લીલની માફક ઘર કરી ગયો હોય એવું ચિત્ર રાજ્યમાંથી સમયાંતરે સામે આવી રહ્યું છે. પહેલા સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થતા હવે બોર્ડની પરીક્ષાનું પેપર લીક થતા પેપરની સુરક્ષા મામલે પ્રશ્નો ઊભા થયા છે. બોર્ડની પરીક્ષાના અંતિમ તબક્કામાં ધો.10નું હિન્દીનું સોલ્વ પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. જોકે, આ મામલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ ચેરમેન એ. જે. શાહ નકારો કરી રહ્યા છે.

ચેરમેન એ. જે. શાહે પેપર ફૂટ્યાની વાતનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. તેમણે એવું કહ્યું કે, કોઈ પેપર ફૂટ્યું નથી. આ પહેલી હકીકત છે. પેપર વાયરલ થયું છે એ વાતની જાણ બપોરે 1 વાગ્યે થઈ છે. જે અંગેની તપાસ ક્લાસ 1ના અધિકારીને સોંપાઈ છે. ધો.10ની દ્વિતિય ભાષા હિન્દી માટે રાજ્યભરમાંથી આશરે સાડા સાત લાક વિદ્યાર્થીઓએ કસોટી આપી છે. જોકે, પરીક્ષા પૂરી થાય એના અડધા કલાક પહેલા જ સોલ્વ થયેલું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયુ ઘટનાની જાણ થતા તંત્ર દોડ્યું હતું. જોકે, પેપર ફૂટવાનો વિવાદ રાજ્યમાં હવે નવો રહ્યો નથી. બોર્ડના ચેરમેન શાહે જણાવ્યું હતું કે, પેપર ફૂટ્યું નથી. અમે 28 તારીખથી 12 એપ્રિલ સુધી બોર્ડની પરીક્ષાનું આયોજન કર્યું છે. 15 લાખ વિધાર્થીઓ 139 જેટલા વિષય 9 ભાષાઓ તથા ત્રણ મીડિયમમાં આ કસોટી ચાલું છે. ધો.10માં હિન્દીનું પેપર હતું. 2900 સેન્ટર પર આ કસોટી લેવાઈ હતી. જે તમામ જગ્યાએ સીસીટીવી લાગેલા છે. વિદ્યાર્થીઓ સેન્ટર સુધી પહોંચે એ માટે એક સિસ્ટમ કાર્યરત છે. પ્રશ્નપત્રો સલામત રીતે સેન્ટર સુધી પહોંચી ગયા હતા. પેપર ફૂટ્યું એ વાત યોગ્ય નથી. મને 1 વાગ્યે આ અંગેની જાણ થઈ હતી. વાલીઓને ચોખવટ કરતા કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને એના પર્ફોમન્સને આધારે માર્ક આપવામાં આવશે. અફવાઓમાં આવવાની કોઈ જરૂર નથી. 1 વાગ્યે કોઈ વિદ્યાર્થીને જવાબ પહોંચાડવો હોય એ કેવી રીતે શક્ય છે.

ક્લાસરૂમમાં કોઈ મોબાઈલને લઈ જવાની મંજૂરી નથી. એટલે પેપર વાયરલ થયું એ વાત સાચી નથી. કોઈ વિદ્યાર્થી વહેલો નીકળ્યો હોય તો પણ પેપર પાસે આવી ગયું હોય પણ સુપરવાઈઝરની ભૂલ થઈ હોય એ શક્ય છે. જેના આધાર લઈને કોઈએ પેપર સોલ્વ કરી નાંખ્યું હોઈ શકે. પણ જવાબ વિદ્યાર્થી સુધી પહોંચાડવા શક્ય નથી. તંત્રને બદનામ કરવા આવું કર્યું હોઈ શકે. આ કેસમાં જરૂર પડ્યે સાયબર ક્રાઈમ વિભાગની મદદ લેવાશે. તપાસ કરીને યોગ્ય પગલાં લઈશું. જરૂર પડશે તો સુપરવાઈઝર સામે પણ કાર્યવાહી કરાશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW