HomeNationalનંબર પ્લેટ પર લખ્યું હતું Ex Class Monitor,લોકોએ આપી જોરદાર પ્રતિક્રિયા

નંબર પ્લેટ પર લખ્યું હતું Ex Class Monitor,લોકોએ આપી જોરદાર પ્રતિક્રિયા

સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે જ્યાં કંઈપણ અને ગમે ત્યારે વાયરલ થાય છે. લોકોનું ધ્યાન ખેંચે છે. ઈન્ટરનેટની દુનિયા રમુજી અને આશ્ચર્યજનક તસવીરો અને વીડિયોથી ભરેલી છે. ક્યારેક પ્રાણીઓના અદ્ભુત અને દમદાર વીડિયો વાઈરલ થાય છે, તો ક્યારેક હસતા-હસતા વર-કન્યાના રમુજી વીડિયો વાયરલ થાય છે. આટલું જ નહીં, કેટલીકવાર આવી અદ્ભુત અને અનોખી તસવીરો પણ વાયરલ થઈ જાય છે, જે તમે પહેલા ક્યારેય નહીં જોઈ હોય. આવી જ એક તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

જેને જોઈને તમે ચોંકી જશો અને તમે હસવું રોકી શકશો નહીં. વાયરલ થઈ રહેલી આ તસવીર IPS ઓફિસર રુપિન શર્માએ પોતાના ટ્વિટર પર શેર કરી છે. તેણે ફોટો સાથે ફની કેપ્શન પણ આપ્યું છે. ફોટામાં તમે જોઈ શકો છો કે લાલ રંગની જૂની કાર દેખાઈ રહી છે. જેમાં આગળ નંબર પ્લેટ પણ છે. આ કાર ઘણી જૂની છે અને તેને ખાસ બનાવે છે તેની નંબર પ્લેટ. કારની નંબર પ્લેટ અંગ્રેજીમાં એક્સ-ક્લાસ નાયક અને એક્સ-ક્લાસ મોનિટર લખ્યું છે. હવે આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, કારણ કે અત્યાર સુધી લોકોએ કારની નંબર પ્લેટ પર ઘણા ટાઇટલ લખેલા જોયા હશે, પરંતુ આ ટાઈટલ કદાચ જ કોઈએ ભાગ્યે જ જોયું હશે. આ વાયરલ ફોટોને જોઈને લોકો ઘણી ફની કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું – અત્યાર સુધીનું શ્રેષ્ઠ શીર્ષક. અન્ય યુઝરે લખ્યું- હું ક્લાસ મોનિટર પણ ન હતો, મારે શું લખવું? આ ફોટા પર લોકો પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે તો એવી કોમેન્ટ કરી છે કે, આ વ્યક્તિ ભૂલી ગયો એ લખવાનું કે, તે ક્યા ધોરણમાં ક્લાસનો મોનિટર રહ્યો હતો.

એક યુઝરે કહ્યું કે, હું તો કૉલેજમાં હતો ત્યારે પ્રેસિડેન્ટ હતો. હવે માત્ર કાર લેવાની બાકી છે. પ્લેટ તો તૈયાર જ છે. બીજા એક યુઝરે એવો સવાલ કર્યો છે કે, આને ગેઝેટેડ કહેવાય કે નોન ગેઝેટેડ.આ સાથે લોકો અનેક પ્રકારના ફની અને ચોંકાવનારા ઈમોજી તેમજ ફોટો શેર કરી રહ્યા છે. તો કોઈ જીફ શેર કરી રહ્યું છે. અનિલ વિદ્યાર્થી નામના યુઝરે કહ્યું કે, આની પાસે તો દરેક પદ કે પાવર ફિક્કા પડે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW