HomeGujaratરાજ્યની સૌથી મોટી ભરતી પરીક્ષામાં કૌભાંડ બહાર નહીં આવે, યુવરાજસિંહની અટકાયત

રાજ્યની સૌથી મોટી ભરતી પરીક્ષામાં કૌભાંડ બહાર નહીં આવે, યુવરાજસિંહની અટકાયત

વિદ્યાસહાયકોની ભરતીના મુદ્દે ચાલી રહેલા વિવાદમાં યુવરાજસિંહની પોલીસે ધરપકડ કરી લીધી છે. એના વિરુદ્ધ ગંભીર કલમો લગાવવામાં આવી હોવાનું સુત્રોનું કહેવું છે. યુવરાજસિંહે દાવો કર્યો હતો કે, સરકાર તેની વિરુદ્ધ એક પ્રકારનું કાવતરૂ ઘડી રહી છે. હાલ તેઓ જ્યાં ભાડે રહે છે એ મકાન પણ સરકારે દબાણ મૂકીને ખાલી કરાવી દીધું છે. ગુજરાતની સૌથી મોટી કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા પહેલા જ એમની ધરપકડ કરી લેવાતા અનેક પ્રશ્નો ઊઠ્યા છે.

યુવરાજસિંહની અટકાયત થઇ જતા વ્યંગાત્મક રીતે કહી શકાય કે હવે LRD પરીક્ષામાં કોઇ જ કૌભાંડ બહાર નહીં આવે. આ કૌભાંડ બહાર પડે એ પહેલા યુવરાજસિંહને પકડી લેવામાં આવ્યા છે. સરકારે પાણી પહેલા જ પાળ(જાળ) બાંધી લીધી છે. જેમાં હવે યુવરાજસિંહ સામે પગલાં લેવાય છે. ગુજરાત રાજ્યમાં સરકારી ભરતીઓમાં થતા ગોટાળામાં સૌથી મોટા દાવેદાર તરીકે સામે આવેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ગાંધીનગર પોલીસે ધરપકડ કરી લીધી છે. એની સામે કલમ પણ લગાવાઈ ગઈ છે. રાજ્યમાં લેવાતી મોટાભાગની સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર ફૂટ્યા છે.

જેને લઈને યુવરાજસિંહે મસમોટા વિરોધ કર્યા છે. સુરક્ષા વ્યવસ્થા સામે પણ પ્રશ્નો ઊઠાવ્યા છે. અત્યાર સુધી આવી વિગત સામે આવતી હતી. આવી પરીક્ષાઓમાં ગોટાળા થાય છે એવો દાવો યુવરાજસિંહે કર્યો હતો. આવી નીતિ સામે યુવરાજસિંહ અવાજ ઊઠાવતા હતા. પુરાવા સાથે દાવા કરતા હતા. જેના કારણે સરકારને નીચુ જોયા જેવું થાતું હતું. યુવરાજસિંહે ઉઠાવેલા આ પ્રકારના અવાજના કારણે બિનસચિવાલય ક્લાર્કથી માંડીને અનેક ભરતી પરીક્ષાઓ રદ્દ કરવાની સરકારને ફરજિયાત ફરજ પડી હતી.

આ પહેલા ગત્ત ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં તેણે થયેલી કોપીકેસ જાહેર કરતા જીતુ વઘાણીએ તેની ધરપકડની ચિમકી ઉચ્ચારી હતી. જોકે, હવે એમની અટકાયત થતા સ્પર્ધાત્મક પરીક્ષાની ગેરરીતિ સામે નહીં આવે. જેના પગલે રાજપુત સમાજ અને કરણી સેના પણ સરકાર વિરુદ્ધ પડ્યા હતા. હાલ આ સમગ્ર મામલો વિવાદમાં છે. તેવામાં વિદ્યા સહાયકોના મુદ્દે પણ યુવરાજસિંહે સરકાર સામે મોરચે માંડ્યો હતો. જોકે, હાલમાં પોલીસે એ જણાવ્યું નથી કે, ક્યા કારણો સર એમને પકડવામાં આવ્યા છે. 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW