ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યના જળાશયમાં પાણીના સંગ્રહ અંગે તેમજ પીવાના અને સિંચાઈના પાણી મુદ્દે ચર્ચા કરાઈ હતી. ઉનાળામાં રાજ્યમાં પાણીની તંગી પડે નહીં તે માટે રાજ્ય સરકારે પ્લાન ઘડી કાઢ્યો છે.
માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjpજીના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ મહત્વના નિર્ણયો pic.twitter.com/gtSHckZP9z
— Jitu Vaghani (@jitu_vaghani) April 5, 2022
રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે,રાજ્યના કોઈ પણ નાગરિકને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ મંત્રીઓ અને અધિકારીઓને આદેશ આપ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટની મીટિંગમાં રાજ્યના જળાશયમાં પાણીના સંગ્રહ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છમાં પીવાના પાણીની સ્થિતિ બાબતે ચર્ચા કરી હતી. આ સાથે અછતવાળા વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાની સૂચના અધિકારીઓ અને રાજ્યના મંત્રીઓને આપવામાં આવી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ મીટિંગમાં રાજ્યમાં પશુઓ માટે પીવાના પાણી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ રાજ્યમાં જળાશયમાં પાણીના સંગ્રહ બાબતે કેબિનેટ બેઠકમાં ચર્ચા થઇ હતી. તથા રાજ્યમાં પશુઓના ઘાસચારા મુદ્દે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરાઈ હતી. જેમાં જો પશુઓના ઘાસચારામાં કોઈ અછત સર્જાશે કે તંગી ઉભી થશે તો સરકાર દ્વારા ઘાસડેપો ખુલ્લા મુકવામાં આવશે તેમ જણાવ્યું છે.

