મોંઘવારીના આ સમયમાં એક કે બે વ્યક્તિનું માંડ પૂરૂ કરી શકાય છે. પણ કેટલાક એવા પણ લોકો છે જેઓ એક કે બે નહીં પણ નવ-નવ પત્નીનું ભરણપોષણ કરે છે. એક રમૂજ પ્રમાણે એવું કહી શકાય કે, જ્યાં એક માંડ સચવાય છે ત્યાં આ કલાકાર નવ નવ પત્નીને સાચવીને બેઠો છે. એટલું જ નહીં આ તમામ પત્નીઓ પાસેથી એને સંતાન જોઈએ છે. છે ને બાકી સાચો નરવીર! નવ પત્નીઓ સાથે રહેતો આ યુવાન કહે છે કે, એક કે બે પત્ની બાળકને જન્મ આપશે તો બાકીની પત્નીઓ સાથે યોગ્ય નહીં ગણાય.

આ કારણે તેમણે એવો નિર્ણય કર્યો છે કે, તે તમામ પત્નીઓ પાસેથી સંતાન પ્રાપ્તિ કરશે. હવે આ વ્યક્તિનું નામ જાણવાની ઈચ્છા હશે જ. આ વ્યક્તિનું નામ આર્થર ઓ ઉરસો છે. જે પ્રોફેશનલ મોડલ છે. બ્રાઝિલમાં રહે છે. આ પહેલા પણ તે હેડલાઈન્સમાં રહ્યો છે. જ્યારે તેણે એક સાથે નવ યુવતીઓ સાથે લગ્ન કર્યા હતા. જેને લગ્નને નામ આપવામાં આવ્યું હતું ફ્રી લવ સેલિબ્રેશન. આર્થર એવું પણ કહે છે કે, એની એક પત્ની એની સાથે છૂટાછેડા લેવા માગે છે. આર્થરની પહેલી પત્નનું નામ લુઆના કઝાકી છે. આર્થરે ગત વર્ષે નવેમ્બરમાં એક ચર્ચમાં લગ્ન કર્યા હતા. કેથલિક રીત રીવાજ સાથે તેણે લગ્ન કર્યા હતા.

એક સાથે નવ યુવતી સાથે લગ્ન કર્યા હતા. મોડલે કહ્યું હતું કે, જેઓ એવું માનતા હોય કે એક જ વ્યક્તિ જોડે લગ્ન કરવા જોઈએ એની સામે મારો આ વિરોધ છે. અગાથા નામની યુવતી જે આર્થરની પત્ની છે એને છૂટાછેડા માંગ્યા છે. તેણે એવું કહ્યું કે, હું એકથી વધારે પત્ની ધરાવતી વ્યક્તિમાં હવે વિશ્વાસ નથી કરતી. આ મામલે આર્થરે એવું કહ્યું કે,તે એવું ઈચ્છે છે કે, હું કાયમ એની પાસે રહું જે શક્ય નથી.

મારી અન્ય પત્નીને એવું લાગે છે કે એનો એટિટ્યુડ સારો નથી. મને ખ્યાલ છે મેં નવમાંથી એક પત્નીને ગુમાવી દીધી છે. મોડલે ન માત્ર લગ્ન કર્યા છે પણ નવેય પત્ની સાથે હનિમૂન પણ એન્જોય કર્યું છે. હનિમૂન વખતે તેણે કેટલીક હોટ તસીવર પણ ક્લિક કરાવી હતી. જે બીચ પર હોવાનું મનાય રહ્યું છે. પહેલી વખત જ્યારે નવ નવ યુવતી સાથે લગ્નની વાત આવી ત્યારે પણ આ વ્યક્તિ ચર્ચામાં હતો. હવે બાળકો તમામ પાસેથી જોઈએ એ વાતને લઈને ચર્ચામાં રહ્યો છે.

