HomeGujaratરાજ્યમાં કુકર્મની ઘટનાઓ માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ વસ્તુને જવાબદાર ઠેરવી, કહ્યું...

રાજ્યમાં કુકર્મની ઘટનાઓ માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ વસ્તુને જવાબદાર ઠેરવી, કહ્યું આ માનસિક પ્રશ્ન

સુરતના એક કાર્યક્રમમાં આવેલા હર્ષ સંઘવીએ કુકર્મ પાછળ જવાબદાર મોબાઈલની અશ્લીલ ક્લિપો જવાબદાર હોવાનું ઠેરવ્યું છે. દુષ્કર્મને લઈને હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર જ્યારે કુકર્મ જેવી ઘટના બનતી હોય છે ત્યારે સીધો દોષ પોલીસ પર નાંખવામાં આવે છે. પણ મોટાભાગના કિસ્સાઓમાં પોલીસને દોષ આપવા કરતા સામાજિક રીતે લોકોની વિકૃત માનસિકતાને કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે.

હર્ષ સંઘવીએ સર્વેને સંબોધતા કહ્યું હતું કે,બાળકીઓના કેસમાં મોટાભાગે પરિવારના સભ્યો, નજીકના કે પાડોશીએ જવાબદાર હોય છે. કુકર્મ આચરનારા મોબાઈલમાં વિકૃત ફિલ્મો જોઈને આ પ્રકારના કૃત્યો આચરતા હોય છે. કેટલાક કિસ્સામાં સગો બાપ જ પોતાની દીકરી સાથે કુકર્મ કરતો હોય એવા કિસ્સા સામે આવ્યા છે. આવા કેસમાં કાયદો અને વ્યવસ્થાને કેવી રીતે જોડી શકાય. આવા કિસ્સાઓમાંને સામાજિક પ્રશ્નોના સંદર્ભમાં લેવા જોઈએ. સમાજમાં આ પ્રકારના કિસ્સા બને ત્યારે એના પર અધ્યયન કરવું જોઈએ. કુકર્મ જેવી ઘટના બને અને દોષનો ટોપલો પછી પોલીસ પર ઢોળવામાં આવે છે. કુકર્મ જેવી ઘટનાઓ પાછળ મોબાઈલ સૌથી વધારે જવાબદાર હોય છે. આ પ્રકારનો ઘટસ્ફોટ તાજેતરમાં થયેલા સર્વેમાં થયો છે. મોબાઈલમાં જે મુવી અને વીડિયો હોય છે. એના કારણે લોકોની માનસિકતાને ખોટી અસર થાય છે. મોબાઈલનો દૂરૂપયોગ થાય એવું તારણ સામે આવ્યું છે. દુષ્કર્મ માટે ફેલાવા પાછળનું કારણ મોબાઈલ હોય શકે છે. આવા કેસમાં સ્વજનો અને આસપાસ લોકો જે જાણીતા હોય છે એ જવાબદાર હોય છે.

પોતાના જ પરિવારના દીકરી સાથે આવા લોકો કુકર્મ આચરતા હોય છે. આવું થાય ત્યારે સૌથી પહેલા પોલીસની સુરક્ષા સામે સવાલ કરવામાં આવે છે. રાજ્યમાં બની રહેલી કુકર્મની ઘટનાઓ પર એક ચોક્કસ સર્વે કરવામાં આવ્યો હતો. જેના રીપોર્ટનો અભ્યાસ કરીને આ અંગે તેમણે જવાબ આપ્યો હતો. આજે મોબાઈલમાં સરળતાથી પોર્ન ક્લિપ મળી આવે છે આવું કેટલુક સાહિત્ય મળી આવતા આવા કિસ્સા સમાજમાં બને છે.

Statement of Harsh Sanghvi About rape case occures in Gujarat State

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW