રાજ્યમાં એક તરફ કુદકેને ભુસકે મોંઘવારી વધી રહી છે ત્યારે હવે ખેડૂતો ઉપર મોંઘવારીનો માર પડ્યો છે. ઈફ્કોએ ડીએપી ખાતરના ભાવમાં રૂપિયા 150 અને એનપીકે ખાતરના ભાવમાં રૂપિયા 285નો કમ્મરતોડ વધારો કર્યો છે. પેટ્રોલીયમ પેદાશોમાં સતત વધી રહેલા ભાવ વધારાના કારણે સામાન્ય નાગરિક પરેશાન થઈ રહ્યો છે. ખાતરમાં ભાવો વધતા ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.

મોંઘવારીના માર વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. ઈફ્કોએ ડીએપી ખાતરના ભાવમાં 150 રૂપિયા અને એનપીકે ખાતરના ભાવમાં 285 રૂપિયાનો વધારો કર્યો છે. એનપીકે ખાતરનો નવો ભાવ 1 હજાર 470 રૂપિયા થયો છે. ડીએપી ખાતરનો નવો ભાવ 1 હજાર 350 થયો છે. ખાતરનો ભાવ વધતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના મસ મોટા વાયદા કરે છે. મોંઘા બિયારણ અને મોંઘા ખાતરના કારણે ખેડૂતોને ખેતી કરવી પણ પરવડે તેમ નથી.

એક જ દિવસમાં સીએનજી, પીએનજી, એલપીજીમાં ભાવ વધારો કર્યો છે. મોંઘવારીના માર વચ્ચે સીએનીજીના ભાવમાં વધારો ઝીંકાયો છે. સીએજીના ભાવમાં પાંચ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. અમદાવાદમાં સીએનજીનો જુનોભાવ 74 રૂપિયા 59 પૈસા હતા. તો હવે 79 રૂપિયા 59 પૈસા થયો છે. સરકારે વૈશ્વિક સ્તરે ઇંધણના ભાવ વધવાને કારણે દેશમાં કુદરતી ગેસના ભાવ વધારી બમણા કરી દીધા છે અને ઉદ્યોગ વર્તુળો અગાઉ જ સીએનજી, પીનજીમાં પાચ રૂપિયાનો વધારો થવાની શક્યતા વ્યકત કરી ચૂક્યા હતા.

