HomeGujaratBSEમાં વીએમસીના 100 કરોડના બોન્ડનું લિસ્ટીંગ, CMએ કરી આ વાત

BSEમાં વીએમસીના 100 કરોડના બોન્ડનું લિસ્ટીંગ, CMએ કરી આ વાત

અમદાવાદ અને સુરત મહાનગર પછી વડોદરા મહાનગર પાલિકાએ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં આજે 100 કરોડના બોન્ડનું લિસ્ટીંગ થયું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં બેલ વગાડીને કામગીરીનો આરંભ કરાવ્યો હતો. તેમજ આ બોન્ડ વડોદરાના વિકાસ માટે અમૃતકાળ સમાન બનશે તેમ જણાવ્યું હતું.

વડોદરા મહાનગરપાલિકાએ કેન્દ્ર સરકારની અટલ મિશન ફોર રિજૂવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોરમેશન-અમૃત યોજના હેઠળ આપવા પાત્ર ફાળા માટેની રૂ. 100 કરોડની રકમ મ્યુનિસિપલ બોન્ડના માધ્યમથી ઉભી કરવાની સફળતા મેળવી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના ઇલેકટ્રોનિક પ્લેટફોર્મ ઉપર ઓનલાઇન સબસ્ક્રીપ્શન માટે ગત 24 માર્ચના આ બોન્ડ ઇસ્યુ ખોલવામાં આવ્યો હતો. આ ઇસ્યુ ખૂલતા વેત જ પ્રથમ સેકન્ડે જ 4.52 ગણું સબસ્ક્રાઇબ થયુ હતું. એટલું જ નહીં, ઇસ્યુનો સમય પૂર્ણ થતા સુધીમાં તો મહાપાલિકાના રૂ. 100 કરોડના આ બોન્ડ સામે 33 રોકાણકારો દ્વારા 10.07 ગણુ વધારે એટલે કે રૂ. 1007 કરોડની બિડ થઇ હતી. વડોદરા મહાપાલિકાનો આ બોન્ડ આજ સુધીના સૌથી ઓછા એટલે કે 7.15 ટકાના દરે સબસ્ક્રાઇબ થયેલો છે તે પણ એક સિદ્ધિ છે.

મુખ્યમંત્રીએ વડોદરા મહાનગરપાલિકાના આ સૌ પ્રથમ મ્યુનિસિપલ બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થવા માટે મહાનગર સેવા સદનની સમગ્ર ટીમ અને મેયર કેયુર રોકડિયા તથા કમિશનર શાલિની અગ્રવાલને અભિનંદન પાઠવ્યા હતા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા બોન્ડ થકી ઉભી કરાયેલી રકમ રૂ. 100 કરોડ સિંઘરોટ પાણી પુરવઠાના પ્રોજેક્ટ તથા અમિતનગર ખાતેના એ.પી.એસ. પેટે વાપરવામાં આવનાર છે. સિંધરોટ ખાતેના પાણી પુરવઠાના પ્રોજેક્ટ થકી શહેરના લોકોની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળાશે જ્યારે અમીતનગર એ.પી.એસ પ્રોજેક્ટ થકી સુવેઝ પાણીના સુવ્યવસ્થિત નિકાલ માટે મદદરૂપ થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW