મુવી જોનારા યુવાનોને ઘેલુ લગાડનાર મોબાઈલ એપ્લિકેશન નેટફ્લિક્સ આજ-કાલ યુવાનોમાં ખૂબ ચર્ચામાં છે. હોલીવુડ-બોલિવુડ બંને ઉદ્યોગો આ પ્લેટફોર્મ પર આવવા માટે ધમપછાડા કરી રહ્યા છે. એવામાં બોલિવુડની સુપરહીટ નીવડેલી વેબસિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’થી આખો ફિલ્મી દુનિયાનો આખો પ્રવાહ પલટાયો છે. ફિલ્મો જોવા માટેનું એક નવું માધ્યમ બની રહ્યું છે. નેટફ્લિક્સ પર આજે દરેક પ્રકારના કંટેટ પ્રાપ્ય છે. પણ તેનું સર્જન કેવી રીતે થયું એની સ્ટોરી પણ ખૂબ રસપ્રદ છે. રીડ હાસ્ટિંગ નામના એક પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીએ આ એપ્લિકેશનની શરૂઆત કરી હતી. હાલ તે કંપનીના CEOછે. સાથોસાથ કરોડો રૂપિયાના માલિક છે.
ફોર્બ્સની યાદી અનુસાર રીડની આજે સંપત્તિ 27 હજાર કરોડ રૂપિયા છે. દુનિયાના સૌથી ધનવાન લોકોની યાદીમા એમનો સમાવેશ થાય છે. હાલ તે અમેરિકાના કેલિફોર્નિયા સિટીમાં રહે છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી પ્રાપ્ત આ વ્યક્તિના પુત્ર વકીલ છે. નેટફ્લિકસની શરૂઆત વર્ષ 1995માં થઈ હતી. હાલમાં આ એપ્લિકેશન પર 139 મિલિયન સભ્યો છે. એક જાણકારી ખાતર આ એપ્લિકેશન બિલકુલ ફ્રી નથી. દરેક સબસ્ક્રિપ્શન માટે ચાર્જ ભરવો પડે છે. જ્યારે રીડ એક વખત ફિલ્મ જોવા માટે ગયા ત્યારે ફિલ્મ શરૂ થઈ ચૂકી હતી. શરૂઆતથી તે ફિલ્મ જોવામાં મોડા પડ્યા. તેથી તેમને રૂ.40 ડૉલરનું નુકસાન થયું હતું. ત્યાર તેમને નેટફ્લિક્સ બનાવવાનો આઈડિયા આવ્યો.

આ નેટફ્લિક્સના માધ્યમથી તેઓ ગમે ત્યારે ગમે ત્યાં ગમે તે ફિલ્મ શરૂઆતથી જોઈ શકે છે. ભારત દેશમાં પણ નેટફ્લિક્સની અસર યુવાનો પર ઊંડી અને સીધી પડી છે. આ એપ્લિકેશન પર સતત નવા નવા કંટેન્ટ મૂકવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત હવે બોલિવુડની ફિલ્મો પણ આ માધ્યમ પરથી જોઈ શકાય છે. બીજી પણ ખાસિયત આ કંપનીની એવી છે કે, એમના કર્મચારીઓને કોઈ સમય મર્યાદા નથી. જ્યારે જ્યાંથી અને ગમે એટલા વાગે કામ કરવાનું મન થાય ત્યારે તેઓ કરી શકે છે. બસ કામ પર્ફેક્ટ હોવું અનિવાર્ય છે. આ ઉપરાંત કંપની પોતાના કર્મચારીઓને એક મહિનો ફ્રી રજા આપે છે. જે માટે કંપની કામ ન કર્યાનું વળતર પણ આપે છે. પણ શરત એ છે કે, રજા પૂરી થયા બાદ સમયસર હાજર થઈ જવાનું અને કામ એક મહિનાનું પુર્ણ કરવાનું. એક રિપોર્ટમાંથી જાણવા મળ્યું હતું કે, કંપનીના કર્મચારીઓ પોતાની કેન્ટિગમાં બેસીને પણ કામને એન્જોય કરે છે.

