HomeGujaratજે ખેડૂતોએ સરકારને 30 વર્ષ સત્તામાં બેસાડી એ જ ખેડૂતોને સરકાર હટાવતા...

જે ખેડૂતોએ સરકારને 30 વર્ષ સત્તામાં બેસાડી એ જ ખેડૂતોને સરકાર હટાવતા વાર નહીં લાગે

વીજળી અને પાણીની માંગને ખેડૂતોએ સરકાર સામે બાંયો ચડાવી છે. જુદા જુદા જિલ્લાઓમાંથી ખેડૂતો રોષને લઈને ખેડૂતો લડી લેવાના મૂડમાં હોય એવું ચિત્ર સામે આવ્યું છે. એવામાં વિપક્ષ પણ આ તકને જતી કરવા માગતો ન હોય એવો ઘાટ છે. એવામાં વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ખેડૂતની માંગને લઈને નિવેદન આપ્યું છે. ગેનીબેન ઠાકોરે કહ્યું કે, જગતનો તાત જાગ્યો છે, એના હકનું તમે એને નહીં આપો. ત્યારે ઠીક છે કે, તમે સત્તા પર હશો. સત્તાના પાવરમાં તમે વિરોધ પક્ષને કહો છો.

સમગ્ર ગુજરાતના તમામ વર્ગો અમારા પર ખુશ છે એટલે અમે સત્તામાં છીએ એવું તમે કહો છો. અમે તો એમ માનીએ છીએ કે, ખેડૂતો તમારા પર ખુશ હોય અને તમે બધી જ રીતે ખુશ રહો. જનતા પોતાનો જનાદેશ આપે. રાજ ભોગવો એની સામે અમને કોઈ વાંધો હોઈ શકે નહીં પણ જ્યારે ખેડૂતો વેદના ઠલવતા હોય ત્યારે, તડકાના ધખધખતા તાપમાં બેઠા હોય તો ત્યારે ખેડૂતોને ન્યાય આપો. એના માટે સરકાર મા-બાપ કહેવાય. આ મા-બાપ તરીકેની ભૂમિકા આ સરકાર અદા કરે. કદાચ નહીં કરે તો ખેડૂતની હાય ખાલી નહીં જાય. એની આંતરડી તમને સત્તામાંથી હટાવતા વાર નહીં કરે. ભૂતકાળમાં આ કોંગ્રેસની સરકારને આ ખેડૂતોએ હટાવી હતી. એના મીટર માટેની માંગ સહિત અન્ય માંગણીઓ હતી. જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો આ ખેડૂતોએ 30 વર્ષ સુધી સરકારને સત્તા પર બેસાડી એ જ ખેડૂતો સરકારને હટાવતા વાર નહીં કરે. ખેડૂતો માટે સોમવારે આ મુદ્દે જે લડાઈ અમારે લડવી પડે એ સરકાર સામે લડીશું. જે રીતે અમારા ધારાસભ્યોએ માંગણી કરી છે. સમગ્ર વિસ્તારના ખેડૂતો વતી માંગણી કરી છે, ખેડૂત પ્રતિનિધિઓને જો મુખ્યમંત્રી સાથે મુલાકાત કરાવવાની હોય તો પણ અમે વિપક્ષ નેતા તરીકે સાથ આપીશું.

અપેક્ષા રાખું છું કે, ખેડૂતોને લઈને જે આ વીજસંક્ટ અને બીજા પ્રશ્નો છે. એમાં સરકાર મદદ કરે. તમે આ અદાણી અંબાણી જેવા ઉદ્યોગપતિઓનું ઉપરાણું શા માટે લો છે. તમારા એવા તે શું સંબંધો છે કે જે ઉદ્યોગપતિ સામે અવાજ ઉઠાવે તો પણ એની જ સામે રીએક્શન આવે. અપેક્ષા રાખુ છું કે, બે દિવસમાં આ પ્રશ્નોનો નીવેડો આવે. નહીં થાય તો ખેડૂતો માટે જે રીતે ઝાંસીની રાણી, સરદાર પટેલ ખેડૂતો માટે લડતા હતા. અમે ગાંધી વિચારધારા વાળા છીએ. પછી ઝાંસીની રાણી કે ભગતસિંહ થવું પડે તો પણ ખેડૂતો માટે લડીશું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW